Gujarat: કાશ્મીરમાં પર્યટકો પરનાં આતંકી હુમલાને લઈ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો
- પહેલગામ આતંકી હુમલાને લઈ લોકોમાં આક્રોશ
- હિન્દુ સંગઠન દ્વારા પહેલગામ હુમલાને લઈ વિરોધ પ્રદર્શન
- આતંકીઓના પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો
કાશ્મીરમાં પર્યટકો પરના આતંકી હુમલાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પૂતળા દહન, સૂચક પોસ્ટરો, ભારે સૂત્રોચ્ચાર કરી અમદાવાદનાં પાલડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આતંકવાદનો કાશ્મીરમાંથી ખાતમો કરવા હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી હતી. વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને વિરોદ નોંધાવ્યો હતો. પૂતળા દહન કરનાર કાર્યકર્તાને પોલીસ દ્વારા ડીટેઈન કરાયા હતા. પાલડી ચાર રસ્તા ખાતે ચક્કાજામનાં દ્રશ્યો સર્જાયા હતા.
આતંકવાદીઓ ને કોઈ સજા નહી સીધો ગોળીબાર કરવા VHPએ કરી માંગ
બોટાદમાં વીએચપી, બજરંગદળ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો છે. શહેરના દિનદયાળ ચોક ખાતે વીએચપી, બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. આતંકવાદીઓને ખત્મ કરવા સરકાર તાત્કાલિક પગલા ભરે તેવી માંગ પણ કરાઈ હતી. આંતકવાદીઓને કોઈ સજા નહી સીધી ગોળીબાર કરવા વીએચપીએ માંગ કરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા
જમ્મુ કાશ્મીરનાં પહલગાવમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આતંકી હુમલાને લઈ દ્વારકા જીલ્લામાં રોષની લાગણી જોવા મળી રહી છે. દ્વારકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોધપુર નાકા પાસે આતંકવાદીનું પૂતળું સળગાવી વિરોધ કર્યો હતો. આતંકવાદીઓએ ધર્મ પૂછી પૂછીને નિર્દોષની હત્યા કરી છે. આતંકવાદીઓને ઝડબાઝોડ જવાબ આપવાની માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આતંકી હુમલા માં ભાવનગર ના બે લોકો ના થયા છે મોત
જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા મામલે ભાવનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘોઘાગેટ પાસે આતંકીઓના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આતંકી હુમલામાં ભાવનગરનાં બે લોકોના મોત થયા છે.
પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાની માંગ
ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કરાયો હતો. ગોધરાનાં ચાચર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આતંકવાદી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાની માંગ કરાઈ હતી. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપીને કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આતંકીઓ ને ઠાર કરી કાર્યવાહી કરવા માંગ
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદી હુમલાનો મામલે વીએચપી અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હુમલામાં 27 લોકોના મોત થતા હતા. વડોદરાનાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન વિરૂદ્ધ હાય હાયના નારા લગાવાયા હતા. આતંકવાદનું પૂતળું સળગાવી વિરોધ કર્યો હતો. આતંકીઓને ઠાર કરી કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack : હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ- C. R. Patil