Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court એ કહ્યું- ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે..!

ટ્રાફિકના પ્રશ્ને હાઈકૉર્ટ ફરી એકવાર આકરાપાણીએ (Gujarat High Court) નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે હવે પગલા લોઃ હાઇકૉર્ટ માત્ર લોકો સામે કાર્યવાહી કરવામાં વ્યસ્ત રહે છેઃ હાઇકૉર્ટ ટ્રાફિકજામ થાય ત્યારે પોલીસકર્મી ઉભા થાય છેઃ હાઇકૉર્ટ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા...
gujarat high court એ કહ્યું  ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે
  1. ટ્રાફિકના પ્રશ્ને હાઈકૉર્ટ ફરી એકવાર આકરાપાણીએ (Gujarat High Court)
  2. નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે હવે પગલા લોઃ હાઇકૉર્ટ
  3. માત્ર લોકો સામે કાર્યવાહી કરવામાં વ્યસ્ત રહે છેઃ હાઇકૉર્ટ
  4. ટ્રાફિકજામ થાય ત્યારે પોલીસકર્મી ઉભા થાય છેઃ હાઇકૉર્ટ

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા સતત ગંભીર બની રહી છે. આ સમસ્યાને હાઈકોર્ટે (Gujarat High Court) અગાઉ પણ લઈ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને અનેક સૂચનો આપ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર હાઈકોર્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને ઝાટકણી કાઢી અનેક સૂચન આપ્યા છે.

Advertisement

નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવાની જરૂર : HC

રાજ્યમાં ટ્રાફિક સમસ્યા (Traffic Problem) સહિતનાં મુદ્દે કોર્ટનાં હુકમનાં તિરસ્કાર મામલે આજે હાઈકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ વિભાગને (Traffic Police Department) આકરા વલણ સાથે ટકોર કરતા કહ્યું કે, દેખાતી રીતે સરળ લગતી વસ્તુઓ હકીકતમાં સરળ નથી. માત્ર લોકોની સામે કાર્યવાહી કરતા નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવાની જરૂર છે. હાઈકોર્ટે કહ્યું કે, ટ્રાફિક બ્રિગેડનાં જવાનને જ્યાં ફરજ આપી હોય ત્યાં માત્ર તેઓ હાજર હોય છે પરંતુ, કામ કરતા નથી. રસ્તાઓ પર જામ થઈ જાય અને લાગે કે હવે જાઉં પડશે ત્યારે તેઓ ઊભા થાય છે. આવા નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે કડક પગલાંની જરૂર છે.

Advertisement

'ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે'

હાઈકોર્ટે (Gujarat High Court) પોલીસની ટ્રાફિક ડ્રાઇવ સામે સવાલ ઊઠાવતા આગળ કહ્યું કે, 15 દિવસની ડ્રાઇવ બાદ પણ સ્થિતિ જેમની તેમ છે. માત્ર ડ્રાઇવ કરવાથી નહીં ચાલે, કમિશનર, CP, DCP અને ગાંધીનગરનાં (Gandhinagar) અધિકારીઓએ સમયાંતરે આ અંગે રિવ્યુ કરવાની જરૂર છે. સમસ્યાઓનાં સમાધાન માટે પિરિયોડિક મિટિંગ ખૂબ જરૂરી છે. ફોર્સમાં કલ્ચરની જરૂર છે. જો કે, બીજી તરફ સરકારી વકીલે પણ કોર્ટમાં આ અંગે સ્વીકાર કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે, ફોર્સની માનસિકતા બદલવાની જરૂર છે. જ્યારે કોર્ટ મિત્રે કહ્યું કે, 11 વાગ્યે ચીફ જસ્ટિસ પસાર થયા બાદ કેટલાક પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે.

આ પણ વાંચો - ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરનો Nirlipt Rai ની ટીમે કર્યો પર્દાફાશ

Advertisement

માત્ર 8 દિવસમાં ટ્રાફિક સંબધિત 444 ફરિયાદો મળી

કોર્ટમાં જણાવાયું કે, 10 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાંથી સરકારને અનેક ફરિયાદો મળી છે. માત્ર 8 દિવસનાં સમયગાળામાં ટ્રાફિક સંબધિત 444 ફરિયાદો મળી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, આ આંકડો જોતા એવું લાગે છે કે ખૂબ મોટા એસ્ટાબ્લિસમેન્ટની જરૂર છે. 444 ફરિયાદોનું કેટલા કલાકમાં નિરાકરણ લાવવામાં આવ્યું ? તે અંગે પણ કોર્ટે સવાલ કર્યો હતો. સાથે કોર્ટ મિત્રે ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે BISAG - N ની મદદ લેવા સૂચન કર્યા હતા. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જિઓ ઇન્ફોર્મેક્સની મદદથી જે તે જગ્યા પર ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે ચોક્કસ જાણકારી મળી શકે છે. લો ઓર્બિટ સેટેલાઈટની મદદથી જિઓ ઇન્ફર્મેટિક્સ સહિતનાં મુદ્દે નિવારણ થઈ શકે છે. તેવા સૂચન આપ્યા હતા.

આ પણ વાંચો - Bhavnagar : વીજ વિભાગની જીપે અકસ્માત સર્જ્યો, બે યુવકોનાં કમકમાટીભર્યાં મોત

AMC અને સ્ટેટ ટ્રાફિક વિભાગ કામગીરી શરૂ કરશે

બીજી તરફ ટ્રાફિક અને દબાણો સહિતનાં મુદ્દે નવીન કામગીરી શરૂ કરવા સંબંધિત વિભાગને આદેશ કરાયો હતો. આથી, હવે જુદા-જુદા ઝોન પૈકી કામગીરીની શરૂઆત કરાશે. AMC અને સ્ટેટ ટ્રાફિક વિભાગ કામગીરી શરૂ કરશે. શહેરમાં મોટાપાયે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ઝોન વાઇસ જલદી શરૂ કરવામાં આવશે એવી માહિતી છે.

આ પણ વાંચો - Ambaji : માઈભક્તો માટે મોટા સમાચાર! આવતીકાલે બપોર બાદ મંદિર બંધ, જાણો શું છે કારણ ?

Tags :
Advertisement

.