Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court એ જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો

High Court એ માં જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો Plastic દૂર કરવા માટે 2 ખાનગી કંપનીની મદદ લીધી 17 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે Gujarat High Court : હાલ, રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. તેના કારણે Gujarat ના...
gujarat high court એ જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો
  • High Court એ માં જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો

  • Plastic દૂર કરવા માટે 2 ખાનગી કંપનીની મદદ લીધી

  • 17 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

Gujarat High Court : હાલ, રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. તેના કારણે Gujarat ના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તે ઉપરાંત હજારો લોકો સ્થળાંતર પણ કર્યું છે. જોકે આ કપરી પરિસ્થિતિમાં સરકારી કર્મચારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત અગ્નિશામત દળ સહિત NDRF-SDRF જેવી ટીમ અવિરત કાર્યરત છે. તો બીજી તરફ જૂનાગઢ જેવા જિલ્લામાં વરસાદનો માર નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે.

Advertisement

Plastic દૂર કરવા માટે 2 ખાનગી કંપનીની મદદ લીધી

તો બીજી તરફ આજરોજ જૂનાગઢના ગીરનાર પર્વત પર ગંદકી અને Plastic ના ઉપયોગના મામલે Gujarat હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તો Gujarat High Court એ સુનાવણી દરમિયાન જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો હતો. હોઈકોર્ટે જણાવ્યું કે, મનપા કમિશનરને ખબર નથી કે એફીડેવિટ કેવી રીતે ફાઈલ કરવાની હોય છે. જૂનાગઢ મનપા કમિશનરને 2 વખત સમય આપવા છતાં યોગ્ય એફિડેવિટ ફાઈલ કરી શકતા નથી. જોકે જૂનાગઢ પર્વત પર એકઠા થતા Plastic ને મનપાએ હાયર કરેલ 2 એજન્સીને અપાતી હોવાની વિગત જ કમિશનર દ્વારા અપાઈ હતી.

આ પણ વાંચો: સરકારી મુહિમ હેઠળ 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ થવાનો

Advertisement

17 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

તે ઉપરાંત હાઇકોર્ટે ગીરનાર ઇકો સેન્સેટિવ ઝોન અને શહેરમાંથી એકઠા થતા Plastic ના ડિસ્પોઝેબલ અંગે વિગત માગી હતી. મનપા કમિશનરે હાઇકોર્ટના આદેશોનું પાલન ન કર્યું પણ નોંધ્યું હતું. Plastic ડિસ્પોઝેબલની પ્રોસેસ અંગે GPCB ને બંને એજન્સીઓની સાઇડ વિઝિટ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ આપ્યો છે. અને આગામી આ મામલે 17 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: વડોદરા વાસીઓએ ભાજપ અને નેતાઓ વિરુદ્ધ બેનરો લગાવી નારા લગાવ્યા

Advertisement

Tags :
Advertisement

.