Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ સુનાવણી, શાળાઓમાં Fire NOC ની હકીકત ચોંકાવનારી!

રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ છે ફાયરનું NOC રાજ્યની 11451 શાળાઓ પાસે નથી ફાયરનું NOC રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone Incident) મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ...
gujarat high court   રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ સુનાવણી  શાળાઓમાં fire noc ની હકીકત ચોંકાવનારી
  1. રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
  2. રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ છે ફાયરનું NOC
  3. રાજ્યની 11451 શાળાઓ પાસે નથી ફાયરનું NOC

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone Incident) મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ, જેમાં રાજ્યની 55,344 શાળાઓમાંથી 11,451 ને ફાયર NOC લેવાનું બાકી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ ફાયરનું NOC છે. 43,893 શાળાઓએ સેલ્ફ ડેકલકરેશન આપ્યું છે. જ્યારે 1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું છે અને 771 શાળાઓ ફાયર સેફટીનાં સાધનો વસાવી રહી છે.

Advertisement

શાળાઓમાં ફાયર NOC ની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં માહિતી રજૂ કરાઈ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં જીવ ગયા હતા. મૃતકોમાં વધુ સંખ્યા બાળકોની હતી. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ ઘટના બાદથી સરકારે ફાયર NOC ને લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ દરાઈ હતી, જેમાં રાજ્યની શાળાઓ પાસે ફાયર NOC ને લઈ ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી હતી. માહિતી મુજબ, રાજ્યની 55,344 શાળાઓમાંથી 11,451 ને ફાયર NOC લેવાનું બાકી છે. જ્યારે, રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ ફાયરનું NOC છે. 43,893 શાળાઓએ સેલ્ફ ડેકલકરેશન આપ્યું છે. 1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું છે અને 771 શાળાઓ ફાયર સેફટીનાં સાધનો વસાવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Harshad Bhojak : લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ TDO વિરુદ્ધ હવે AMC કમિશ્નરની કડક કાર્યવાહી

પ્રાઇમરી-પ્રી-પ્રાઇમરીની કુલ 7,517 શાળાઓને ફાયર NOC લેવાનું બાકી

હાઈકોર્ટમાં રજૂ કરાયેલ માહિતી મુજબ, તપાસ કરાયેલી 43,833 પ્રી-પ્રાઇમરી અને પ્રાથમિક શાળાઓ પૈકી 31,987 સરકારી શાળાઓ, 633 ગ્રાન્ટેડ શાળાઓ અને 11,213 ખાનગી શાળાઓ (Private Schools) છે. તપાસ કરાયેલી 11,511 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ પૈકી 1,403 સરકારી શાળાઓ, 5064 ગ્રાન્ટેડ શાળાઓ (Granted Schools) અને 5044 ખાનગી શાળાઓ છે. પ્રાઇમરી અને પ્રી-પ્રાઇમરીની કુલ 7,517 શાળાઓને હાલ પણ ફાયર NOC લેવાનું બાકી છે, જેમાં 2,263 સરકારી શાળાઓ અને 5,132 ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો - Mehsana : ના હોય..! કિન્નર સમાજમાં પણ ઊંચી-નીચી જ્ઞાતિનો ભેદ!

પાણીની ટાંકી, ફાયર એક્સ્ટિંગ્વીશર, રેતી ભરેલી ડોલ રાખવા સૂચના

જ્યારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ 1,039 શાળાઓ અને 2,843 પ્રાઇવેટ શાળાઓએ ફાયર NOC લેવાનું બાકી છે. કુલ 1,888 શાળાઓ ફાયર સેફટીના સાધનો (Fire Safety Equipment) વસાવી રહી છે અને ફાયર NOC મેળવવાની પ્રોસેસમાં છે. નિરીક્ષણ કરાયેલી શાળાઓને પાણીની ટાંકી, ફાયર એક્સ્ટિંગ્વીશર (Fire Extinguishers) અને રેતી ભરેલી ડોલ વગેરે રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ઉપરાંત, રાજ્યની 23,206 પ્રાથમિક શાળાઓમાં મોક ડ્રીલ (Mock Drills) યોજવામાં આવી. જ્યારે 26,195 શાળાઓમાં ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવી. શાળાઓએ સામાન્ય રીતે 10 હજાર લિટરની પાણીની ટાંકી રાખવાની રહેશે. ઉપરાંત,દરેક માળે ફાયર એક્સ્ટિંગ્વીશરનાં 4.5 કિલોથી 06 કિલોનાં બાટલા રાખવાના રહેશે.

આ પણ વાંચો - Jamnagar : ધ્રોલમાં એક સાથે 748 હિન્દુ પરિવારોએ ઉચ્ચારી ધર્માંતરણની ચીમકી, કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.