ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat : નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા મામલે હાઇકોર્ટ તરફથી રાજ્ય સરકારને અપાઈ રાહત

હાલ પૂરતુ ભરતી પ્રક્રિયાને રોક આપવા હાઇકોર્ટનો સ્પષ્ટ ઇનકાર છે. તેમાં 50થી વધુ ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો છે
07:57 AM Apr 25, 2025 IST | SANJAY
હાલ પૂરતુ ભરતી પ્રક્રિયાને રોક આપવા હાઇકોર્ટનો સ્પષ્ટ ઇનકાર છે. તેમાં 50થી વધુ ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો છે
featuredImage featuredImage
Gujarat, High Court, Government, NursingStaff, Gujarat First

Gujarat : નર્સિંગ સ્ટાફ (Nursing Staff) ની ભરતી પ્રક્રિયા મામલે હાઇકોર્ટ તરફથી રાજ્ય સરકારને રાહત અપાઈ છે. જેમાં હાલ પૂરતુ ભરતી પ્રક્રિયાને રોક આપવા હાઇકોર્ટનો સ્પષ્ટ ઇનકાર છે. તેમાં 50થી વધુ ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો છે. તેમજ 46,000 થી વધુ ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા આપી હતી.

નર્સિંગ સ્ટાફની ભરતીની પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો હતો

અગાઉ રાજ્યમાં લેવામાં આવેલી નર્સિંગ સ્ટાફની ભરતીની પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો હતો. પરીક્ષાની આન્સર કી જાહેર થતાં તેમાં જણાવવામાં આવેલાં પ્રશ્નના જવાબો ABCDમાં સતત એક જ ક્રમમાં હોવાથી પરીક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. જો કે, સમગ્ર મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ કર્યા હતા. જ્યારે નર્સિંગ સ્ટાફ ભરતીની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી જેમાં તમામ સવાલોના જવાબ ક્રમશઃ ABCD હોવાનું જણાઈ આવ્યું હતુ. બીજી તરફ, પેપર સેટર દ્વારા આ પ્રકારે પ્રશ્નો-જવાબ રાખતાં વિવાદ સર્જાયો હતો. આ વિવાદ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, ત્યારે આરોગ્ય વિભાગ આ ભરતી માન્ય રાખશે કે રદ કરશે અથવા આ વિવાદ મામલે શું પગલાં લેશે તેવા અનેક સવાલોને લઈને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા.

તાજેતરમાં નર્સિંગ સ્ટાફની ભરતીની ફાઈનલ આન્સર કી જાહેર

રાજ્યમાં નર્સિંગ સ્ટાફ (Nursing Staff) ની ભરતીના વિવાદ વચ્ચે પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જાહેર કરવામાં આવેલી ફાઈનલ આન્સર કીમાં પણ પ્રશ્નોના જવાબ ક્રમશઃ ABCDમાં હોવાનું જણાઈ આવ્યું હતુ. જેને લઈને GTUએ આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલો છે. જેમાં ઉમેદવારોના માર્ક્સ અને આન્સરકી, પેપર સ્ટાઇલની વિગતો સહિતની માહિતી આપવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

રાજ્યમાં નર્સિંગ સ્ટાફ (Nursing Staff) ની 1903 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં GTU દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, પરીક્ષા બાદ જ્યારે આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે સમગ્ર વિવાદ સર્જાયો હતો. જેમાં પરીક્ષાની આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબ ક્રમશઃ ABCDમાં હતા. આ પછી ભરતીમાં માનીતાઓને નોકરી અપાવવા આરોપ સહિતના અનેક સવાલો ઉમેદવારોએ ઉઠાવ્યા હતા. જ્યારે GTUના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરે જણાવ્યું હતું કે, 'પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હશે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 25 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
governmentGujaratGujarat FirstHigh Courtnursingstaff