Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court : ગૃહસચિવે કરેલા સોગંદનામાં પર HC કેમ સખત નારાજ થઇ ?

Gujarat High Court : જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોના વિવાદમાં ગૃહસચિવે ( Home Secretary) કરેલા સોગંદનામાં પર ગુજરાત હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. 27 ફેબ્રુઆરી સુધીમાં જાહેર સ્થળ પર ગેરકાયદેસર બંધાયેલા ધાર્મિક સ્થળોનો રિપોર્ટ રજૂ કરવા...
gujarat high court    ગૃહસચિવે કરેલા સોગંદનામાં પર hc કેમ સખત નારાજ થઇ

Gujarat High Court : જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોના વિવાદમાં ગૃહસચિવે ( Home Secretary) કરેલા સોગંદનામાં પર ગુજરાત હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. 27 ફેબ્રુઆરી સુધીમાં જાહેર સ્થળ પર ગેરકાયદેસર બંધાયેલા ધાર્મિક સ્થળોનો રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

Advertisement

ધાર્મિક સ્થાનોમાંથી માત્ર 23.33% બાંધકામો જ દૂર કરાયા

ગુજરાત હાઇકોર્ટે આજે યોજાયેલી સુનાવણીમાં જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોના વિવાદમાં ગૃહસચિવે કરેલા સોગંદનામાં પર નારાજગી પ્રગટ કરી છે કારણ કે રાજ્યમાં જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં અને અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનો યથાવત છે તેવું કોર્ટે નોંધ્યું હતું. રાજ્યમાં જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોમાંથી માત્ર 23.33% બાંધકામો જ દૂર કરાયા છે અને સરકારે નીતિ વિષયક નિર્ણય લીધા બાદ પણ કોઈ ઠોસ પગલાં નહીં લીધા હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે.

નોટિસ આપ્યા બાદ આવા અનઅધિકૃત બાંધકામો દૂર કરશે એવો સરકારે નિર્ણય લીધો હતો

ગૃહ સચિવે આ મામલે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેની પર હાઇકોર્ટે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યમાં જાહેર સ્થળો ઉપર બંધાયેલા અનધિકૃત બાંધકામોને સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરાય તો સરકાર માલિકી હકની ખરાઈ કર્યા બાદ અને નોટિસ આપ્યા બાદ આવા અનઅધિકૃત બાંધકામો દૂર કરશે એવો સરકારે નિર્ણય લીધો હતો.

Advertisement

રાજ્યમાં 13900 થી વધુ અનઅધિકૃત ધાર્મિક સ્થાનો

રાજ્ય સરકારે કોર્ટમાં કરેલા સોગંદનામાં વિગતો રજૂ કરી હતી જે વિગતો પ્રમાણે રાજ્યમાં 13900 થી વધુ અનઅધિકૃત ધાર્મિક સ્થાનો છે. સમગ્ર મામલે 27 ફેબ્રુઆરી સુધીમાં હાલમાં જાહેર સ્થળ ઉપર ગેરકાયદેસર બંધાયેલા ધાર્મિક સ્થળોનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે ગૃહ સચિવને આદેશ કર્યો હતો. વર્ષ 2006 માં સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ પ્રમાણે જાહેર સ્થાન ઉપર અનઅધિકૃત બાંધકામો દૂર કરવા માટે તમામ રાજ્ય સરકારોએ પગલાં લેવાના રહેશે એવો હુકમ કરાયો હતો.

Advertisement

આ પણ વાંચો----HC : કુખ્યાત નિખિલ દોંગાને ગુજરાત હાઇકોર્ટે નિયમીત જામીન આપ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.