ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત BJP ના પ્રમુખપદે CR Patil યથાવત્

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા 4 રાજ્યોના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો લાવીને રેકોર્ડ સર્જનારા ગુજરાત ભાજપ સંગઠનના પ્રમુખ સી.આર.પાટિલ યથાવત રહ્યા છે....
03:59 PM Jul 04, 2023 IST | Vipul Pandya
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા 4 રાજ્યોના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો લાવીને રેકોર્ડ સર્જનારા ગુજરાત ભાજપ સંગઠનના પ્રમુખ સી.આર.પાટિલ યથાવત રહ્યા છે. સરકાર, સંગઠન અને ભાજપના શિર્ષસ્થ નેતૃત્વએ સી.આર.પાટિલ પર ભરોસો રાખ્યો છે અને આગામી લોકસભાની ચૂંટણી સી.આર.પાટિલના પ્રમુખપદે જ લડવામાં આવશે.
સંગઠન અને સરકારને સી.આર.પાટીલ પર સંપૂર્ણ વિશ્વાસ
લોકસભા ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ભાજપના હાલના પ્રમુખ  સી.આર.પાટીલ જ  ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહેશે.  સંગઠન અને સરકારને સી.આર.પાટીલ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેથી તેઓ પ્રમુખપદે યથાવત રહેશે.

સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ જ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે
સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ જ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર થશે તેવા સંકેત મળી રહ્યા હતા અને તેમાં સી.આર.પાટિલને દિલ્હી લઇ જવાશે તેવી અટકળો પણ થઇ રહી હતી પણ આજે જ્યારે ભાજપે 4 રાજ્યોના અધ્યક્ષની જાહેરાત કરી તેમાં ગુજરાતનો સમાવેશ થયો ન હતો. ભાજપના સુત્રોએ જણાવ્યું કે સી.આર.પાટિલને બદલવામાં નહીં આવે અને તેમના નેતૃત્વમાં જ આગામી લોકસભાની ચૂંટણી લડાશે.
ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખ બદલ્યાં
મંગળવારે  ભાજપે ગુજરાત સિવાય ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખ બદલ્યાં છે જેમાં જી.કિશન રેડ્ડીને તેલંગાણા ભાજપનું સુકાન સોંપાયું છે અને  બાબુલાલ મરાંડીને  ઝારખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. સુનીલ જાખડને પંજાબ ભાજપની જવાબદારી આપવામાં આવી છે તથા  પી.પુરંદેશ્વરીને  આંધ્રપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે.
આ પણ વાંચો---મુંબઈ-આગ્રા હાઈવે પર 3 વાહનોને ટક્કર મારી ટ્રક હોટેલમાં ઘૂસી, 10 લોકોના મોત
Tags :
CR PatilGujarat BJPLok Sabha Election 2024
Next Article