Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ATS : હિરેન પટેલ મર્ડર કેસમાં ઇન્દોરથી 1 આરોપી ઝડપાયો

Gujarat ATS : ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) એ 1 આરોપીને ઝડપી લીધો છે. ગુજરાત એટીએસે (Gujarat ATS) મધ્ય પ્રદેશ એટીએસની મદદથી ઇરફાન બિસ્તી નામના શખ્સને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનિય છે કે 2020માં ઝાલોદમાં હિરેન...
gujarat ats   હિરેન પટેલ મર્ડર કેસમાં ઇન્દોરથી 1 આરોપી ઝડપાયો

Gujarat ATS : ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) એ 1 આરોપીને ઝડપી લીધો છે. ગુજરાત એટીએસે (Gujarat ATS) મધ્ય પ્રદેશ એટીએસની મદદથી ઇરફાન બિસ્તી નામના શખ્સને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનિય છે કે 2020માં ઝાલોદમાં હિરેન પટેલની હત્યા કરાઇ હતી.

Advertisement

જીપ વડે ટક્કર મારીને હત્યા કરવામાં આવી હતી

ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત એટીએસને મહત્વની સફળતા મળી છે. હિરેન પટેલની ગત 27 સપ્ટેમ્બર, 2020ના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરવામાં આવી હતી. આ કાવતરામાં સંડોવાયેલા આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને ડિસેમ્બર 2020માં જ ગુજરાત એટીએસ દ્વારા હરિયાણાના મેવાતમાંથી ઝડપી પડાયો હતો.

Advertisement

ઇન્દોરમાં છુપાયેલો હતો

હિરેન પટેલ ઝાલોદના કોર્પોરેટર હતા. દરમિયાન ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે હિરેન પટેલ હત્યા કેસમાં સંડોવાયેલો મોહમ્મદ ઇરફાન ઉર્ફે ઇરફાન બિસ્તી મોહમ્મદ યાકુબ (રહે, મહીદપુર, ઉજ્જૈન) હાલ ઇન્દોરમાં છુપાયેલો છે જેથી ગુજરાત એટીએસ દ્વારા આ માહિતી મધ્યપ્રદેશ એટીએસને આપવામાં આવી હતી.

મધ્ય પ્રદેશ એટીએસની મદદ મેળવી આરોપી ઇરફાન બિસ્તીને ઝડપી લીધો

ત્યારબાદ ગુજરાત એટીએસના પીઆઇ વી.એન.વાઘેલા અને પીએસઆઇ વાય.જી.ગુર્જર તથા ટીમ ઇન્દોર પહોંચી હતી અને મધ્ય પ્રદેશ એટીએસની મદદ મેળવી આરોપી ઇરફાન બિસ્તીને ઝડપી લીધો હતો. 34 વર્ષના ઇરફાને પોતે હિરેન પટેલ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

ઇન્દોરથી ઝાલોદ આવી હત્યાને અંજામ આપ્યો

પોલીસ તપાસમાં બહારઆવ્યું કે ઇરફાન તથા અન્ય આરોપી મોહમ્મદ મુજાવર, સજ્જનસિંગ ચૌહાણ તથા અન્યોની સાથે મળી બનાવને અંજામ આપવા ઇન્દોરથી ઝાલોદ આવ્યા હતા અને ત્યારબાદ પૂર્વનિયોજીત કાવતરાના ભાગરુપે હિરેન પટેલની હત્યા કરી હતી. ત્યારબાદ ગુનો નોંધાતા તે ફરાર થઇ ગયો હતો. ઇરફાનને ઝાલોદ પોલીસને સોંપાવની તજવીજ શરુ કરાઇ છે.

ઇન્દોર ખાતે છુપાઈ હેર સલૂનનો ધંધો કરતો હતો

અત્યાર સુધી આ કેસમાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ સમી અને ઈરફાન પાડા મુખ્ય આરોપી સાથે હત્યામાં સંડોવાયેલ હોવાની કબૂલાત આપી હતી. આરોપી નામ બદલી અને ઇન્દોર ખાતે છુપાઈ હેર સલૂનનો ધંધો કરતો હતો.

આ પણ વાંચો------ Gondal : અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ,વિરપુર હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો---- Ahmedabad Crime News: EOW ના PI બી.કે. ખાચરે કોર્ટમાં અરજી કરી સહકાર આપવા કરી વિનંતી

Tags :
Advertisement

.