Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ABVP એ GTU માથે લીધું, અધિકારીઓની ભૂલનો ભોગ બન્યા કુલપતિ

GTU ના અધિકારીઓએ કુલપતિને ગેરમાર્ગે દોર્યાનો આરોપ રજૂઆતો અંગે કુલપતિને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ કુલપતિ રોષનો ભોગ બન્યા, ABVP એ ઉધડો લઈ નાંખ્યો ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં (GTU) વિદ્યાર્થીઓને લગતા વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆત માટે પહોંચેલા કાર્યકર્તાઓએ ઉગ્ર બની કુલપતિને...
abvp એ gtu માથે લીધું  અધિકારીઓની ભૂલનો ભોગ બન્યા કુલપતિ
Advertisement
  1. GTU ના અધિકારીઓએ કુલપતિને ગેરમાર્ગે દોર્યાનો આરોપ
  2. રજૂઆતો અંગે કુલપતિને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ
  3. કુલપતિ રોષનો ભોગ બન્યા, ABVP એ ઉધડો લઈ નાંખ્યો

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં (GTU) વિદ્યાર્થીઓને લગતા વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆત માટે પહોંચેલા કાર્યકર્તાઓએ ઉગ્ર બની કુલપતિને રજૂઆત કરી હતી. જો કે, આ રજૂઆત દરમિયાન કાર્યકર્તાઓ મર્યાદાનું ભાન પણ ભૂલ્યા હતા અને કુલપતિ કક્ષાનાં અધિકારી સામે ટેબલ પર હાથ પછાડી-પછાડીને ઊંચા અવાજે રજૂઆત કરતા જોવા મળ્યા.

Advertisement

આ પણ વાંચો - Surat Stone Pelting : પોલીસની હાજરીમાં વાહનોને આગચાંપી! આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

Advertisement

કાર્યકર્તાઓએ કુલપતિ સમક્ષ અલગ અલગ રજૂઆતો કરી

પરિષદનાં કાર્યકર્તાઓ કુલપતિ સમક્ષ અલગ-અલગ માંગણીઓ અને રજૂઆત કરી રહ્યા હતા ત્યારે એક બાદ એક માહિતી કુલપતિ અધિકારીઓ પાસે મેળવતા જોવા મળ્યા હતા. એટલે કે ફુલપતિ પાસે કોઈપણ માહિતી ન હતી. કારણ કે, આશ્ચર્યની અને ગંભીર બાબતે એ હતી કે વિદ્યાર્થી જૂના પ્રશ્નો બાબતે પરિષદ દ્વારા અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ, આ બાબતે ખુદ કુલપતિને પણ જાણ ન હતી. મતલબ કે યુનિવર્સિટીનાં અધિકારીઓએ કુલપતિ સમક્ષ રજૂઆતો અંગે ધ્યાન જ દોર્યુ ન હતું.

આ પણ વાંચો - Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત

અધિકારીઓ કુલપતિને ગેરમાર્ગે દોર્યાનો આરોપ

પરિષદનો એ પણ આરોપ છે કે, યુનિવર્સિટીનાં (GTU) અધિકારીઓ કુલપતિને ગેરમાર્ગે દોર્યા. રજૂઆત કરવા માટે પહોંચેલ વિદ્યાર્થીઓની માગ છે કે પરિણામ મોડું જાહેર કરવામાં આવે છે અને માર્કશીટ મહિનાઓ સુધી મળતી નથી. એકેડેમી કેલેન્ડર જારી કરવામાં પણ વિલંબ કરવામાં આવે છે. PRC ફી નાં નામે દર વર્ષે એફિલેશન ફી રૂપિયા 300 લેવાય છે, જે બંધ કરવામાં આવે. ઉપરાંત, NCC નાં વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવે છે પરંતુ, તે પણ નથી આપવામાં આવતું. ઉપરાંત, મહત્ત્વની વાત એ છે કે અલગ-અલગ પરીક્ષાઓની ઉત્તરવહી રિ-અસેસમેન્ટ માટેની ફી પરત નથી આપવામાં આવતી, મતલબ કે જે વિદ્યાર્થી રિ-અસેસમેન્ટ એપ્લાય કરે છે અને એના માર્ક સુધરે છે, તેમને ફી પરત જ કરવાની હોય પરંતુ પાંચ વર્ષથી પર સમય થયો એક પણ વિદ્યાર્થીને ફી પરત નથી આપવામાં આવી. આ અંગે પણ યુનિવર્સિટી પાસે કોઈ રેકોર્ડ ન હોવાનો આરોપ ABVP દ્વારા લગાવવામાં આવ્યો છે, જેને લઈને પરિષદનાં કાર્યકર્તાઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો અને દરવાજો બંધ હોવા છતાંય ખોલીને ફુલપતિની ચેમ્બર સુધી પહોંચી ગયા હતા. કુલપતિએ વિદ્યાર્થી સંગઠનની માંગ બાબતે આગામી 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી. ઘટનાની ગંભીરતાને જોતા DCP અને ACP, PI પહોંચી યુનિ. પહોંચ્યા હતા.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો - Ahmedabad :મકરબાની DAV સ્કૂલમાં આચાર્ય અને કાઉન્સિલર માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

Related News

featured-img
વાયરલ & સોશિયલ

AI એ અપશબ્દો આપવાનું શરૂ કર્યું, Elon Muskના Grokએ પછી કહ્યું: હું તો મજાક કરી રહ્યો હતો

featured-img
ગુજરાત

VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા

featured-img
Top News

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

featured-img
Top News

Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

×

Live Tv

Trending News

.

×