Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GST Meeting:GSTકાઉન્સિલની મળી બેઠક, આ મુદ્દા પર થઈ ચર્ચા

જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક મળવાની બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આરોગ્ય વીમા પર જીએસટી પર વધુ ભાર મુકાયો   GST Meeting: જીએસટી કાઉન્સિલની (GST Meeting)મહત્ત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી....
gst meeting gstકાઉન્સિલની મળી બેઠક  આ મુદ્દા પર થઈ ચર્ચા
  • જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક મળવાની
  • બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
  • આરોગ્ય વીમા પર જીએસટી પર વધુ ભાર મુકાયો

Advertisement

GST Meeting: જીએસટી કાઉન્સિલની (GST Meeting)મહત્ત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વીમા પ્રીમિયમ (HealthInsurance)પર લાગતો જીએસટી (GST)કર પણ સામેલ છે. આરોગ્ય વીમા પર જીએસટીને (GST)ઓછો કરાશે અથવા સમાપ્ત કરી દેવામાં આવશે. જો આવું થયું તો સામાન્ય લોકોને એક મોટી રાહત મળશે.

Advertisement

ટર્મ ઈન્શ્યોરન્સ પર છૂટ મળે તેવી શક્યતા

મળતી માહિતી અનુસાર, આ જીએસટી કાઉન્સિલમાં સરકાર ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓને જીએસટીમાંથી બાકાર રાખવાની મંજૂરી આપી શકે છે. ગત કેટલાક દિવસોથી વીમા પોલિસીઓને જીએસટીથી હટાવવાની માંગ વધતી જઈ રહી છે. વર્તરમાનમાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પર 18 ટકા જીએસટી લાગુ છે.આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં એ નક્કી કરાશે કે શું આરોગ્ય વીમા પર વર્તમાનમાં લાગુ 18 ટકા ટેક્સને ઓછો કરી શકાય કે કેટચલીક કેટેગરી જેવી સીનિયર સિટીઝન માટે સ્પેશિયલ છૂટ અપાય. જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી દરમાં કાપના મુદ્દા પર પણ ચર્ચા થશે.

Advertisement

આ પણ  વાંચો -Share Market Crash : શેરબજાર ખૂલતા જ કડાકો, સેન્સેક્સ 153 પોઈન્ટ તૂટયો

ગેમિંગ પર નિર્ણય આવી શકે છે

ઓનલાઈન ગેમિંગ અંગે કેન્દ્ર અને રાજ્યના કર સત્તાવાળાઓ દ્વારા કન્ડિશન રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેમાં 1 ઓક્ટોબર, 2023 પહેલા અને પછીની GST આવકની વિગતો હશે. 1 ઓક્ટોબર 2023થી ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28% GST લાગુ કરવામાં આવ્યો હતો. આ 28% GST તમામ ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ માટે ફરજિયાત છે.

આ પણ  વાંચો -Bajaj IPO : ખૂલી ગયો Bajaj Housing Finance IPO, 2 કલાકમાં આટલો ભરાયો

સરકારને ફાયદો થાય છે

અગાઉ, ઘણી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ 28% GST ચૂકવતી ન હતી કારણ કે તેઓ માનતા હતા કે કૌશલ્ય-આધારિત અને તક-આધારિત રમતો પર અલગ-અલગ ટેક્સ દર હોવા જોઈએ. જોકે, ઓગસ્ટ 2023ની બેઠકમાં GST કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે તમામ ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર 28% GST લાગુ થશે. સરકારે ઓગસ્ટ 2024માં GST તરીકે રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કર્યા છે, જે ગયા વર્ષ કરતાં 10% વધુ છે.

Tags :
Advertisement

.