Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: GST વિભાગની કાર્યવાહી, સામે આવ્યું 100 કરોડનું ઓવર વેલ્યુએશન કૌભાંડ

Surat Overvaluation Scam:સુરતમાં ક્રાઇમનો સિલસિલ હજું પણ બંધ નથી થઈ રહ્યો. અવાર-નવાર નવા નવા કૌભાંડ સામે આવતા રહે છે. અત્યારે સુરતમાં બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ (Overvaluation Scam) સામે આવ્યું છે. જેથી ટેક્સટાઈલ માર્કેટમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ...
01:17 PM May 24, 2024 IST | VIMAL PRAJAPATI
overvaluation scam Surat

Surat Overvaluation Scam:સુરતમાં ક્રાઇમનો સિલસિલ હજું પણ બંધ નથી થઈ રહ્યો. અવાર-નવાર નવા નવા કૌભાંડ સામે આવતા રહે છે. અત્યારે સુરતમાં બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ (Overvaluation Scam) સામે આવ્યું છે. જેથી ટેક્સટાઈલ માર્કેટમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. મળતી વિગતો પ્રમાણે બિલ પર રૂપિયા 40ની સાડીનો ભાવ 400 થી 500 દર્શાવી એક્સપોર્ટ કરવામાં આવતો હતો. જેથા કૌભાંડની વિગતો સામે આવતા અત્યારે સમગ્ર મામલે GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

માત્ર બિલિંગના આધારે જ ITC પાસ ઓન કરાતી હતી

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 100 કરોડનું કૌભાંડ આચર્યાની શક્યતા છે. આ સાથે અન્ય પણ ઘણી માહિતી સામે આવી શકે છે. નોંધનીય છે કે, વિભાગના અધિકારીઓ બ્રોકર મારફતે મોકલવામાં આવતા માલની વિગતોની તપાસ ચાલી રહીં છે. અગાઉ બોગસ બિલો પકડાયા હતા તેમાં માલની હેરફેર થતી નહોતી. મળતી વિગતો પ્રમાણે માત્ર બિલિંગના આધારે જ ITC પાસ ઓન કરાતી હતી. આમાં મુખ્ય બેનીફિશયરી તેનો ફાયદો ઉઠાવતો હતો. જેથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

એક્સપોર્ટનો મહત્તમ લાભ લેવા ઓવરવેલ્યુએશન કરાયું

નોંધનીય છે કે, એક્સપોર્ટનો મહત્તમ લાભ લેવા ઓવરવેલ્યુએશન (Overvaluation Scam) કરાયું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં સાડી સહિતનો કેટલોક માલ અને બિલ આપનારા અલગ અલગ છે તેવું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, જીએસટી વિભાગની બોગસ બિલિંગને લઈ કાપડમાં એન્ટ્રી થતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ લોકો બિલ પર 40 રૂપિયાની સાડીનો ભાવ 400 થી 500 દર્શાવી એક્સપોર્ટ કરતા હતા, જેથી કોઈને આ કૌભાંડ વિશે જાણ ના થઈ શકે. પરંતુ અત્યારે Surat GST વિભાગને જાણ થતાની સાથે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તપાસ દરમિયાન અન્ય મહત્વની વિગતો પણ સામે આવી શકે તેવી સંભાવનાઓ છે.

આ પણ વાંચો: HIMMATNAGAR: હિટ એન્ડ રન બાદ વિફરેલા ટોળાએ DySP ની જીપ સળગાવી પોલીસને દોડાવી

આ પણ વાંચો: Shankeshwar: શંખેશ્વરના ઘનોરા ગામેથી ઝડપાઈ કાતિલ પુત્રવધૂ, દિયર અને સસરાને આપ્યું હતું ઝેર

આ પણ વાંચો: Naroda Jugardham: નરોડામાં ચાલતા જુગારધામ પર PCB ના દરોડા, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

Tags :
100 cr GST ScamBig Scambiggest GST scambiggest scamGST Scam NewsGST SchemeGujarati Newsovervaluation scamovervaluation scam Newsovervaluation scam SuratSurat Latest NewsSurat newsVimal Prajapati
Next Article