GST Collection સાથે સરકારી તિજોરીઓ રેલછેલ, કિંમત જાણીને ચોંકી જશો
- સરકારી તિજોરીમાં રુ. 1.82 લાખ કરોડની આવક નોંધાય
- સૌથી વધુ GST Collection રુ. 2.10 લાખ કરોડ હતું
- સરકારે હાલમાં જ GST ને લઈને ઓફર સ્કીમ શરૂ કરી
GST collection rises in November : વર્ષ 2024 નો અંતિમ માસ આજથી શરૂ થઈ ગયો છે. તો ભારત માટે આજનો દિવસ સૌથી મુલ્યવાન સાબિત થયો છે. કારણ કે... ભારતીય સરકારને ખુબ જ બહોળો આર્થિક સ્તરે ફાયદો થયો છે. જોકે તાજેતરમાં સરકાર દ્વારા GST Collection ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ આંકડાએ સરકારી તિજોરીને માલામાલ કરી દીધી છે. તો જાહેર કરેલા આંકડાઓ અનુસાર GST Collection એ નવેમ્બર માસમાં 8.5 ટકાનો વધારો કર્યો છે.
સરકારી તિજોરીમાં રુ. 1.82 લાખ કરોડની આવક નોંધાય
નવેમ્બર 2024 માં GST Collection થી સરકારી તિજોરીમાં રુ. 1.82 લાખ કરોડની આવક નોંધાય છે. જોકે એક વર્ષ પહેલા આ આંકડો રુ. 1.68 લાખ કરોડ હતો. તો ઓક્ટોબર 2024 માં GST Collection થી રુ. 1.87 લાખ કરોડની આવક થઈ હતી. તો સપ્ટેમ્બર 2024 માં આંકડો રુ. 1.73 લાખ કરોડ હતો. તો સરકારે નવેમ્બર માસમાં ઘરેલુ વ્યવહારોના માધ્યમથી સરકારને સૌથી વધુ આર્થિક નફા કરવામાં મદદ કરી છે. અને તેના કારણે GST Collection માં પણ વધારો નોંધાયો હતો.
આ પણ વાંચો: LPG Price Hike: ડિસેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો માર!
#NewsFlash | November GST Collections Up 8.5% At Rs 1.82 Lk Cr (YoY) pic.twitter.com/QzJwcXyyYf
— CNBC-TV18 (@CNBCTV18Live) December 1, 2024
સૌથી વધુ GST Collection રુ. 2.10 લાખ કરોડ હતું
સરકાર દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, CSGT રૂ. 34,141 કરોડ, SGST રૂ. 43,047 કરોડ, IGST રૂ. 91,828 કરોડ અને ઉપકર રૂ. 13,253 કરોડ હતો. દેશમાં GST લાગુ થયા બાદ એપ્રિલ 2024 માં સૌથી વધુ GST Collection રુ. 2.10 લાખ કરોડ હતું. તો દેશમાં આ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક આ કિંમતમાં કર ચૂકવવામાં આવ્યો હતો. કારણ કે... આ પહેલા દેશમાં ક્યારે પણ રુ. 2 લાખ કરોડ સુધીનો કર ચૂકવવામાં આવ્યો નથી.
સરકારે હાલમાં જ GST ને લઈને ઓફર સ્કીમ શરૂ કરી
જૂની પરોક્ષ કર પ્રણાલીને બદલીને 1 જુલાઈ, 2017 ના રોજ સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ દેશમાં આ સૌથી મોટો ટેક્સ રિફોર્મ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે 7 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલા GST થી દેશના લોકો પર ટેક્સનો બોજ ઓછો કરવામાં મદદ મળી છે. સરકારે હાલમાં જ GST ને લઈને ઓફર સ્કીમ શરૂ કરી છે.
આ પણ વાંચો: Cyclone Fengal ના કારણે વિમાનને ક્રેશ થતા કંઈક આ રીતે બચાવ્યું