Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GSHSEB : 6 વર્ષથી સંચાલક મંડળ બેઠક પર ચૂંટાનાર પ્રિયવદન કોરાટે બળવો કરતા સસ્પેન્ડ કરાયાં!

GSHSEB ની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું બળવાખોર ઉમેદવાર પ્રિયવદન કોરાટને સસ્પેન્ડ કરાયાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે સસ્પેન્ડ કર્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSHSEB) ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે, ગુજરાત રાજ્ય શાળા સંચાલક...
gshseb   6 વર્ષથી સંચાલક મંડળ બેઠક પર ચૂંટાનાર પ્રિયવદન કોરાટે બળવો કરતા સસ્પેન્ડ કરાયાં
  1. GSHSEB ની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું
  2. બળવાખોર ઉમેદવાર પ્રિયવદન કોરાટને સસ્પેન્ડ કરાયાં
  3. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે સસ્પેન્ડ કર્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSHSEB) ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મંડળમાં મહામંત્રી અને બળવો કરીને ઉમેદવારી નોંધાવનાર પ્રિયવદન કોરાટને (Priyavdan Korat) સસ્પેન્ડ કરાયા છે. સંચાલક મંડળ દ્વારા બોર્ડની ચૂંટણી માટે અમદાવાદના જે.વી. પટેલ કે જેઓ અમદાવાદ ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલનાં સંયોજક છે, તેવા જે.વી. પટેલને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

બળવાખોર ઉમેદવાર પ્રિયવદન કોરાટને સસ્પેન્ડ કરાયા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ વર્ષથી સૌરાષ્ટ્રનાં (Saurashtra) જેતપુરની શાળાનાં સંચાલક પ્રિયવદન કોરાટ સંચાલક મંડળની બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનાં શાળા સંચાલકોમાં પ્રિયવદન કોરાટનું વર્ચસ્વ રહ્યું છે. ભૂતકાળમાં શાળાકીય શિક્ષણ ક્ષેત્રમાં અલગ-અલગ નીતિ વિષયક બાબતોમાં પ્રિયવદન કોરાટનો વિરોધ અને વલણ આ વર્ષની ચૂંટણીમાં ભારે પડતું લાગી રહ્યું છે. બીજી તરફ પ્રિયવદન કોરાટનો (Priyavdan Korat) સામાપક્ષે આરોપ છે કે જે સંચાલક મંડળ તેમને સસ્પેન્ડ કરી રહ્યું છે, એ મંડળ પોતે જ અનઅધિકૃત છે. એમની પાસે મંડળની કોઈ માન્યતા જ નથી.

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : RMC અને કમિશનરનો HC એ બરોબરનો ઉધડો લીધો! સોગંદનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર

Advertisement

પ્રિયવદન કોરાટ 6 વર્ષથી મંડળની બોર્ડનાં સભ્ય

જણાવી દઈએ કે, આગામી 24મી સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSHSEB) ચૂંટણી યોજવાની છે. જે માટે શાળા સંચાલક મંડળ તરફથી માન્ય ઉમેદવાર તરીકે અમદાવાદનાં જે.વી. પટેલના (J.V. Patel) નામની જાહેરાત કરવામાં આવી હતી. એમ છતાં પ્રિયવદન કોરાટે આદેશનો આનાદર કરીને ઉમેદવારી નોંધાવી બળવો કર્યો હતો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પ્રિયવદન કોરાટ (Priyavdan Korat) છેલ્લા 6 વર્ષથી સંચાલક મંડળની બેઠક પર બોર્ડનાં સભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. જો કે હવે તેમને ન માત્ર મહામંત્રી પરંતુ મંડળમાં સભ્ય તરીકે પણ દૂર કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : મનપાની ગંભીર બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો! ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત

જે પ્રિયવદન કોરટનાં સમર્થનમાં કામ કરશે તો કાર્યવાહી!

શાળા સંચાલક મંડળનો તર્ક છે કે સતત છ વર્ષ સુધી તેઓ બોર્ડનાં (GSHSEB) સભ્ય રહ્યા છે, જેથી હવે નવા ઉમેદવારને તક આપવી જરૂરી હતી. જો કે, તેમણે શાળા સંચાલક મંડળ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જે ઉમેદવારની જાહેરાત થાય તેના પર સહમતી દર્શાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, જેથી સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે-સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સંચાલક બળવાખોર ઉમેદવાર પ્રિયવદન કોરાટનાં (Priyavdan Korat) સમર્થનમાં કામ કરશે અને માન્ય ઉમેદવારની વિરુદ્ધ કાર્યવાહી કરશે તો તેની સામે પણ પગલાં લેવાશે.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો - Surat : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં! Gujarat First નાં Reality Check માં ચોંકાવનારો ઘટસ્ફોટ!

Tags :
Advertisement

.