Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની શાનદાર જીત, રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું

IPL 2023 ની 48મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે લક્ષ્યનો પિછો કરતા મેચને આસાનીથી જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. રાજસ્થાનની બેટિંગ ખરાબ રહી હતી....
ગુજરાતની શાનદાર જીત  રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું

IPL 2023 ની 48મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે લક્ષ્યનો પિછો કરતા મેચને આસાનીથી જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. રાજસ્થાનની બેટિંગ ખરાબ રહી હતી. કંગાળ રમતને લઈ રાજસ્થાનની પૂરી ટીમ 18 ઓવરમાં જ માત્ર 118 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સૌથી વધારે રન રાજસ્થાન તરફથી સંજૂ સેમસને નોંધાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સનો ઘર આંગણે જ પરાજય થયો હતો.

Advertisement

રાજસ્થાન રોયલ્સ સિઝનમાં શાનદાર પ્રદર્શન રહ્યુ હતુ અને તે સતત સૌથી ઉપર રહેતી ટીમ હતી. પરંતુ હવે રાજસ્થાનનુ નસીબ પલટાયુ છે અને રમત ખરાબ જોવા મળી રહી છે. રાજસ્થાનની ટીમ હવે પોઈન્ટસ ટેબલમાં પાછળ ધકેલાઈ રહી છે. સૌથી સારો રનરેટ રાજસ્થાન રોયલ્સનો રહ્યો છે. પરંતુ હવે હાર રાજસ્થાનની ચિંતા વધારી રહી છે. અંતિમ પાંચ મેચમાં આ પાંચમી હાર રહી છે. અત્યાર સુધીમાં 10 મેચ રમીને રાજસ્થાન 5 મેચ જીતી 10 પોઈન્ટ્સ ધરાવે છે.

Advertisement

  • રાજસ્થાનની ટીમ 118 રનમાં આલઆઉટ, રાશિદ ખાનની 3 વિકેટ, સંજુ સેમસનના 30 રન
  • રાજસ્થાન રોયલ્સ 112 રનને 9 વિકેટ ગુમાવી, મોહમ્મદ શમીએ ટ્રેન્ટ બોલ્ટને આઉટ કર્યો
  • રાજસ્થાન રોયલ્સ 100 રનને પાર, ટ્રેન્ટ બોલ્ટ અને એડમ ઝમ્પા મેદાનમાં
  • રાજસ્થાન રોયલ્સ 96 રનને 8 વિકેટ ગુમાવી, શિમરોન હેટમાયર 7 રને આઉટ
  • રાજસ્થાન રોયલ્સ 91 રનને 7 વિકેટ ગુમાવી, ધ્રુવ જુરેલ 13 રને આઉટ
  • રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન પરત, નૂર અહેમદે દેવદત્ત પડિકલને આઉટ કર્યો
  • રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રાશિદ ખાને અશ્વિનને બે રને કર્યો આઉટ
  • રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, 60 રને ત્રીજી વિકેટ ગુમાવી
  • રાજસ્થાન રોયલ્સ 50 રનને પાર, સંજુ સેમસન અને દેવદત્ત પડિક્કલ મેદાનમાં
  • રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, 47 રને બીજી વિકેટ ગુમાવી, સંજુ સેમસન આઉટ
  • રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, 11 રને એક વિકેટ ગુમાવી

ગુજરાતનુ સ્થાન નિશ્વિત?
હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમ હવે પ્લેઓફમાં સરળતાથી સ્થાન મેળવી લેશે. પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાતે હવે નંબર 1 ના સ્થાનને વધારે મજબૂત કરી દીધુ છે. નેટ રનરેટમાં પણ સુધારો થયો છે. ગુજરાતની ટીમે 10મી મેચ રમતા આ 7મી મેચમાં જીત મેળવી છે. આમ ગુજરાત પાસે હવે 14 પોઈન્ટ્સ છે. ગુજરાતની ટીમ આમ હવે પ્લેઓફમાં સૌથી પ્રથમ સ્થાને પ્રવેશ કરી શકે છે. બાકીની ચાર મેચમાં હવે રાજસ્થાને પૂરો દમ લગાવો રેસમાં રહેવા માટે જરુરી છે.

Advertisement

મેચની વાત કરવામાં આવે તો ગુજરાતે ટોસ હારીને રન ચેઝ કરતા જીત મેળવી હતી. ગુજરાતના ઓપનર રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલે શાનદાર શરુઆત અપાવી હતી. 9 ઓવર સુધી ઓપનર જોડીએ રમત રમીને 71 રનની ભાગીદારી પ્રથમ ઓવર માટે નોંધાવી હતી. શુભમન ગિલે 36 રન નોંધાવ્યા હતા. ગિલે 35 બોલની રમત વડે આ રન નોંધાવ્યા હતા. ગિલે 6 ચોગ્ગા આ દરમિયાન નોંધાવ્યા હતા. ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને સાહાએ રમતને સંભાળી હતી. હાર્દિકે ક્રિઝ પર આવતા જ આક્રમક રમત વડે ટીમને ઝડપથી જીત અપાવવાનો ઈરાદો બતાવ્યો હતો.

આ પણ  વાંચો- બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આમલા અને કોહલીને છોડ્યા પાછળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.