ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાહસનું ઉત્તમ ઉદાહરણ! બાઈક ઉપર 22 દેશ ફરીને યુવક પહોંચ્યો Dahod

Dahod: મૂળ મધ્યપ્રદેશના ઝાવરાનો આકાશ નાયક નામનો યુવક છેલ્લા પંદર વર્ષથી જર્મનીમાં સ્થાયી થયો છે. પોતાના પરિવાર સાથે જર્મનીના હનુવર શહેરમાં રહી યોગ શાળા ચલાવે છે. સાથે જ યોગનો પ્રચાર પ્રસારની સાથે સમાજ સેવા પણ કરે છે. સમયાંતરે એકાંત સ્થળ...
01:38 PM Jun 23, 2024 IST | VIMAL PRAJAPATI
Dahod

Dahod: મૂળ મધ્યપ્રદેશના ઝાવરાનો આકાશ નાયક નામનો યુવક છેલ્લા પંદર વર્ષથી જર્મનીમાં સ્થાયી થયો છે. પોતાના પરિવાર સાથે જર્મનીના હનુવર શહેરમાં રહી યોગ શાળા ચલાવે છે. સાથે જ યોગનો પ્રચાર પ્રસારની સાથે સમાજ સેવા પણ કરે છે. સમયાંતરે એકાંત સ્થળ ઉપર કે પહાડોમાં જઈ યોગ અને સાધના કરે છે. ત્યારે એક વિચાર આવ્યો કે અલગ અલગ દેશમાં ફરીને લોકોને આ વિષે સમજણ આપું અને એ લોકોના વિચારું જાણું તે માટે ‘જર્ની ટુ શૂન્ય’ નામથી બાઇક યાત્રાનો વિચાર કરી 8 માર્ચે બાઇક યાત્રાનો પ્રારંભ કર્યો અને 22 દેશ થઈને 3 જૂને ભારતમાં પ્રવેશ કર્યો છે.

પોતાના ભાઈના ઘરે આવી રસપ્રદ અનુભવો જણાવ્યા

આજે દાહોદ ખાતે રહેતા તેમના ભાઈને ત્યાં પહોચ્યા હતા. આખી યાત્રાના અલગ અલગ અનુભવ જણાવતા આકાશનું કહેવું છે આપણે જ્યાં છીએ તેમાથી બહાર આવવાની જરૂર છે. દુનિયા ખૂબ સુંદર છે અને સોશિયલ મીડિયા માં જે બતાવવામાં આવી રહ્યું છે. લોકોમાં જે જાતિ ધર્મ આધારિત ઝેર ભરવામાં આવી રહ્યું છે. તેવું દુનિયામાં છે જ નથી રસ્તામાં આવતા દરેક દેશમાં લોકો એ પ્રેમ પૂર્વક આવકાર આપ્યો હતો.

ભાઇચારાને આગળ વધારવા માટે આકાશે કરી અપીલ

પાકિસ્તાનમાં પણ 33 દિવસ રોકાવું પડ્યું પરંતુ લોકોએ પ્રેમ પૂર્વક પોતાના ઘરે રાખ્યો અને જતી વખતે ટાયર ઉપર કુમકુમ તિલક અને શ્રીફળ વધેરી વિદાય આપી હતી. જ્યારે મધ્યપ્રદેશના ઝાવરા ખાતે પહોચતા સંબધિઓ અને મિત્રોએ પુષ્પવર્ષા અને ઢોલ વગાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. આકાશે જણાવ્યુ હતું કે, જે સોશિયલ મીડિયામાં આપણે જોઇયે છે તેનાથી બિલકુલ અલગ દુનિયા છે. સોશિયલ મીડિયામાં નફરતને આગળ ના વધારો અને ભાઇચારાને આગળ વધારવા માટે અપીલ કરી હતી.

અહેવાલઃ સાબિર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: પોલીસ પરવાનગી અને ફાયર NOC વિના ચાલતું હતું Casanova Cafe, માલિકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: Crime News: અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, અંગત અદાવતે યુવકનું ઢીમ ઢાળી દીધું

આ પણ વાંચો: Kutch Mango: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ

Tags :
akash Nairakash Nair TravelerDahodDahod Latest NewsDahod NewsGujarati NewsLatest Gujarati NewsTravelertravelingVimal Prajapati
Next Article