Government Job : સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યનાં યુવાનો માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય
- વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળની 14,820 જગ્યાઓ પર સીધી ભરતી
- સિવિલિયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી
- વર્તમાનમાં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ના કુલ-12,472 જગ્યાઓની ભરતીની જાહેરાત
રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમ જ ગુજરાત પોલીસ દળમાં (Gujarat Police Force) જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025 માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની કુલ-14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
આ પણ વાંચો - Government Job : વનરક્ષક વર્ગ-3 ની 823 જગ્યાઓ માટે શારિરીક પરીક્ષાની તારીખ, સમય, જગ્યા જાહેર
- રાજ્યનાં યુવાનો માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
- વર્ષ-2025 માં રાજ્ય પોલીસ દળની 14,820 જગ્યાઓ પર ભરતી
- સિવિલિયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી
- વર્તમાનમાં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ની કુલ-12,472 જગ્યાઓ પર ભરતી@GujaratPolice…— Gujarat First (@GujaratFirst) September 27, 2024
વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ પર ભરતી
મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 નાં વિવિધ સંવર્ગોની કુલ-12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ- 2025 માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ પર સીધી ભરતી કરશે.
આ પણ વાંચો - અંકલેશ્વરમાં WAQF બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી
આ જગ્યાઓ પર કરાશે ભરતી
વર્ષ-2025 માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે. તેમાં 129 SRPF ના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 એમ.ટી. PSI, 551 ટેક્નિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-2, 7218 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRPF ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ (પુરુષ) અને 31 જેલ સિપાઈ (મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, વર્ષ-2025 માં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ- 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો - Bhavnagar: પતિએ પોતાની જ પત્નીને Honey Trap માં ફસાવવાનો પ્રયાસ કર્યો! પરંતુ પત્ની નીકળી હોશિયાર