Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી હોબાળો! Viral Audio ક્લિપે રાજકારણ ગરમાવ્યું!

ગોંડલ ખાતે (Gondal) ખોડલધામ દ્વારા યોજાયેલ એક સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
gondal   ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી હોબાળો  viral audio ક્લિપે રાજકારણ ગરમાવ્યું
Advertisement
  1. ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ જાડેજાની એન્ટ્રીથી વિવાદ (Gondal)
  2. ખોડલધામનાં સભ્યોએ ગણેશ જાડેજાની હાજરીનો વિરોધ કર્યો
  3. પાટીદાર નેતા રાજુ સખીયા, ખોડલધામનાં રાજુ સોજીત્રાનો ઓડિયો વાઇરલ

ગોંડલ ખાતે (Gondal) ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને (Ganesh Gondal) બોલાવતા ભારે વિવાદ સર્જાયો છે. ખોડલધામનાં સભ્યોએ ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની હાજરીનો વિરોધ કર્યો છે. પાટીદાર નેતા રાજુ સખીયા અને ખોડલધામનાં (Khodaldham) રાજુ સોજીત્રાની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલનાં આમંત્રણને લઇને વાતચીત થાય છે.

આ પણ વાંચો - Valsad : ઉમરગામ GIDC ની કંપનીમાં ભીષણ આગ, મોડી રાતે ધુમાડાનાં ગોટેગોટા ઉડ્યા

Advertisement

Advertisement

ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની એન્ટ્રીથી વિવાદ!

ગોંડલ ખાતે (Gondal) ખોડલધામ દ્વારા યોજાયેલ એક સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પાટીદાર નેતા રાજુ સખીયા ( Raju Sakhiya) અને ખોડલધામનાં રાજુ સોજીત્રાની (Raju Sojitra) એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં બંને વચ્ચે ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ જાડેજા (Ganesh Gondal) ઉર્ફે ગણેશ ગોંડલની હાજરીને લઈ વાતચીત કરે છે. ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ કોને આપ્યું અને શું કામ બોલાવ્યો તેવા સવાલ કરાયા હતા. સંસ્થાના નામે આવા લોકોને મોટા કરવાનું બંધ કરો. હવે, ગણેશ ગોંડલને બોલાવ્યા તો જાહેર કાર્યક્રમમાં બબાલ થશે. આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો - VADODARA : રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે, દાદા ભગવાનના કાર્યક્રમમાં હાજરી આપશે

પાટીદાર આગેવાનોની વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ

જણાવી દઈએ કે, દિવાળી (Diwali 2024) બાદ પડતર દિવસે ગોંડલ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે ગણેશ ગોંડલને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓએ આ કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી, જેને લઈને સમાજનાં બે આગેવાનો સામસામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે, જેના કારણે એકવાર ફરી રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો - Amreli: મોટા ગોખરવાળા ગામે યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

Tags :
Advertisement

.

×