ધારાસભ્ય ગીતાબા જાડેજાના પરિવાર દ્વારા ઐતિહાસિક તુલસી વિવાહનું આયોજન
- જાનમાં અંદાજે ચાર હજાર લોકો હરખભેર જાનૈયા બનશે
- સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવશે
- 720 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત
Gondal Tulsi Vivah : ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તુલલી વિવાહના પ્રસંગે મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ ઉપસ્થિત રહેશે. તો તુલસી વિવાહનો અલૌકિક અવસર આવતીકાલે 12 નવેમ્બરના યોજાનાર છે. તુલસી વિવાહના ગોંડલમાં ઐતિહાસિક અને અજોડ વિવાહમાં મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ, સંતો મહંતો અને મહેમાન જોડાશે. તુલસીમાતાના માવતર ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યાં છે.
જાનમાં અંદાજે ચાર હજાર લોકો હરખભેર જાનૈયા બનશે
આ પ્રસંગે સાંજે ચાર કલાકે વાછરા ગામથી શાલીગ્રામ ભગવાનની જાનનું આગમન થશેય જે કોલેજ ચોકથી શણગારેલા હાથી, ઘોડા, ઉંટ, બગી, રથ, ભજન તથા રાસ મંડળીઓ અને હજારો લોકોની હાજરી સાથે જાન આશાપુરા રોડ, અક્ષરધામ સોસાયટી સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાન ગીતાવીલા પહોચશે. જ્યાં સાંજે 6.30 કલાકે હસ્તમેળાપ સાથે શાલીગ્રામ ભગવાન અને ભગવતી તુલસીમાતાનો વિવાહ ધામધૂમપૂર્વક સંપ્પન થશે તુલસીમાતાના માવતર ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ તથા તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યાં છે.
આ પણ વાંચો: વડોદરાની રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટ, અન્ય જિલ્લાઓમાંથી ફાયર ટીમ બોલાવી
સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવશે
જયરાજસિહ પરીવાર દ્વારા જ્યારે ઐતિહાસિક લગ્નોત્સવ ઉત્સવ ઉજવાયી રહ્યો છે. ત્યારે ધારાસભ્યના નિવાસસ્થાન સુધીનો રાજમાર્ગને રંગબેરંગી રોશની તથા આકર્ષક કમાનોથી શણગારવામાં આવ્યો છે. બીજી બાજુ સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવશે. શાલીગ્રામ ભગવાનની જાન વાછરા રામજીમંદિરથી બપોરે અઢી ત્રણ કલાકે પ્રસ્થાન થશે. આ જાનમાં અંદાજે ચાર હજાર લોકો હરખભેર જાનૈયા બનશે. તુલસીવિવાહને અનુલક્ષીને વાછરા, ખાંડાધાર અને ઘોઘાવદર ગામનો ધુમાડાબંધ ભોજન સમારોહ વાછરા રખાયો છે.
720 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત
ગોંડલ ગીતાવીલા ખાતે વિવાહ સંપ્પન થયા બાદ રીવર સાઇડ પેલેસમાં ભોજન સમારોહનું આયોજન કરાયું છે. જેમા અંદાજે પચ્ચીસ હજાર લોકો ભોજન લેશે તેવો અંદાજ છે. આ પ્રસંગે રાત્રે લોકડાયરા નું આયોજન કરાયું છે. ગોંડલમાં તુલસી વિવાહના કાર્યક્રમને લઈને ગોંડલના DYSP કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે 7-DYSP, 17-PI, 42-PSI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ-455 સહિત GRD જવાનો સહિત 720 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.
આ પણ વાંચો: PM Modi એ જે શાળામાં શિક્ષણ મેળવ્યું તેની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી