ગોંડલના ધારાસભ્ય પરિવારે 4 હજાર જાનૈયા સાથે ઐતિહાસિક તુલસી વિવાહનું કર્યું આયોજન
- મુખ્યમંત્રીને ભગવત ગુણ ભંડાર પુસ્તક આપી અભિવાદન કર્યું
- ધારાસભ્યના નિવાસસ્થાન સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો
- રાજમાર્ગને રંગબેરંગી રોશની શણગાર્યો હતો
Gondal Tulsi Vivah : ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તુલલી વિવાહના પ્રસંગે મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તુલસી વિવાહના ગોંડલમાં ઐતિહાસિક અને અજોડ વિવાહમાં મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ, સંતો મહંતો અને મહેમાન જોડાશે. તુલસીમાતાના માવતર ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યાં છે. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ગોંડલના વિખ્યાત ઓર્ચિડ પેલેસની પણ મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીને ભગવત ગુણ ભંડાર પુસ્તક આપી અભિવાદન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તુલસી વિવાહ પ્રસંગે ગોંડલમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ગોંડલના રાજવી હિમાંશુસિંહજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભગવદ્રોમંડલ ભેટ કરી આવકાર્યા હતા તથા રાજમાતા કુમુદ કુમારીબાએ મુખ્યમંત્રીને ભગવત ગુણ ભંડાર પુસ્તક આપી અભિવાદન કર્યું હતું. ત્યારે રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌરાંગભાઈ સંઘવી, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: હદ છે યાર! US ના વિસા માટે ગે બન્યો યુવક, પત્નીને છોડી અમેરિકન યુવકને પરણી ગયો
ધારાસભ્યના નિવાસસ્થાન સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો
ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા યોજાયેલા તુલસી વિવાહની લગ્નની વિધિ સંપન્ન થવા પામી છે. તુલસી વિવાહને લઈને ધારાસભ્યના પુત્ર જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમની શોભા વધારવા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી તમામ સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબીનેટ મંત્રીઓની ઉપસ્થિત રહી હતી. તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અમારા સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ ખાસ ગોંડલના આંગણે હતો એટલે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગોંડલમાં તુલસી વિવાહને લઈને કોલેજ ચોકથી અક્ષરધામ સોસાયટીમાં આવેલા ધારાસભ્યના નિવાસસ્થાન સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો હતો.
રાજમાર્ગને રંગબેરંગી રોશની શણગાર્યો હતો
જયરાજસિહ પરિવાર દ્વારા જ્યારે ઐતિહાસિક લગ્નોત્સવ ઉત્સવ ઉજવાઇ રહ્યો હતો. ત્યારે કોલેજ ચોક, સંગ્રામસિંહ હાઈસ્કૂલ મેદાન તથા કોલેજ ચોકથી ધારાસભ્યના નિવાસસ્થાન સુધીનો રાજમાર્ગને રંગબેરંગી રોશની તથા આકર્ષક કમાનોથી શણગાર કરાયો હતો. બીજી બાજુ સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવ્યા હતા. આ જાનમાં અંદાજે ચાર હજાર લોકો હરખભેર જાનૈયા બન્યા હતા. વાછરાના સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાનનાં માવતર બન્યા હતા. આજે તુલસી વિવાહને અનુલક્ષીને વાછરા, ખાંડાધાર અને ઘોઘાવદર ગામનો ધુમાડાબંધ ભોજન સમારોહ વાછરા રખાયો હતો.