Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞનો શુભારંભ, 11.60 લાખ આહુતિ અર્પણ કરાઈ

Gondal નાં અક્ષરમંદિરે મહાયજ્ઞનો શુભારંભ ધનતેરસનાં દિવસે અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞ 190 યજ્ઞકુંડ પર 3 હજારથી વધુ યજમાનોએ ભાગ લીધો Gondal : ભારતીય સંસ્કૃતિ એ યજ્ઞની સંસ્કૃતિ છે. ભારતમાં વૈદિકકાળથી ઋષિઓ દ્વારા વિવિધ શુભ પ્રસંગે યજ્ઞ કરી ભગવાનની પ્રસન્નતા...
gondal   અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞનો શુભારંભ  11 60 લાખ આહુતિ અર્પણ કરાઈ
  1. Gondal નાં અક્ષરમંદિરે મહાયજ્ઞનો શુભારંભ
  2. ધનતેરસનાં દિવસે અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞ
  3. 190 યજ્ઞકુંડ પર 3 હજારથી વધુ યજમાનોએ ભાગ લીધો

Gondal : ભારતીય સંસ્કૃતિ એ યજ્ઞની સંસ્કૃતિ છે. ભારતમાં વૈદિકકાળથી ઋષિઓ દ્વારા વિવિધ શુભ પ્રસંગે યજ્ઞ કરી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં આવતી હતી. ઉપનિષદ્ કહે છે કે યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે. આપણી યજ્ઞ પરંપરા આપણને શીખવે છે કે બધું ભગવાનને અર્પણ કરીને ભોગવો.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : અક્ષરધામમાં શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે

Advertisement

ધનતેરસનાં દિવસે અક્ષરમંદિરે મહાયજ્ઞનો શુભારંભ

આવા જ વૈદિક વિશ્વશાંતિ- લક્ષ્મીહોમ મહાયજ્ઞનું આયોજન 29/10/2024, મંગળવાર આસો વદ તેરસ- ધનતેરસનાં પરમપવિત્ર દિવસે ગોંડલનાં (Gondal) પ્રસિદ્ધ તીર્થધામ શ્રી અક્ષરમંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞનો શુભારંભ બ્રાહ્મૂહુર્ત માં સવારે 4 વાગ્યે મંદિરની પાર્શ્વ ભાગમાં આવેલ શ્રી અક્ષરધાટનાં પવિત્ર તટે કરવામાં આવ્યો હતો. આ તકે શ્રી અક્ષરધાટને (Sri Akshar Mandir) વિવિધ કમાનો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આપણા શાસ્ત્રો મુજબ, યજ્ઞાશાળાને ગાયનાં છાણથી લીંપવામાં આવી હતી. યફાકુંડોને પણ શાસ્ત્રોક્ત રીતે બનાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Diwali 2024 : અક્ષરધામ મંદિરે 10 હજાર દીવડા સાથે 8 નવે. સુધી દીપોત્સવ, રાચરડા હનુમાનજી મંદિરે યજ્ઞ, મહાઆરતી

190 જેટલા યજ્ઞકુંડ પર 3 હજારથી વધુ યજમાનોએ ભાગ લીધો

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહાયજ્ઞમા કુલ 190 જેટલા યજ્ઞકુંડ પર 3 હજારથી પણ વધુ દેશ અને પરદેશથી પધારેલા યજમાનોએ ભાગ લઈ વૈદિક યજ્ઞવિધિમાં જોડાઇ યજ્ઞનારાયણને 11,60,000 આહુતિ આપી હતી. મુખ્ય કુંડ પર વરિષ્ટ સંતો યજ્ઞાવિધિમાં જોડાયા હતા. આ સમગ્ર યજ્ઞવિધિ વેદપાઠી બ્રાહ્મણો તથા સંતો દ્વારા સંપન્ન થઈ હતી, જેમાં વિશ્વશાંતિની કામના, તમામનાં સુસ્વાસ્થ તેમ જ સૌ કોઈ તન, મન અને ધનથી સુખી થાય તેવી મંગલ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. યજ્ઞ બાદ સૌ યજમાનોએ અક્ષર ઘાટ (Akshar Ghat) પર રચેલા અક્ષર અને બ્રહ્મકુંડમાં સ્નાન કરી જીવનનું અદભૂત સંભારણું બાંધી સૌ કોઈ છૂટા પડ્યા.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ayodhya ના સરયૂ ઘાટ પરના આ દ્રશ્યો જોઇને થઇ જશો મંત્રમુગ્ધ, લેસર અને લાઈટ શોનો Video Viral

Tags :
Advertisement

.