Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Lok Mela : વરસાદ અને રાઇડ્સ બંધ રહેતા વેપારીઓને લાખોનું નુકસાન થવાની ભીતિ

ગોંડલ લોકમેળાનું ઉદધાટન થયું પરંતુ રાઇડ્સ બંધ (Gondal Lok Mela) વરસાદને પગલે સાતમના દિવસે પણ લોકોનો ફિક્કો પ્રતિસાદ રાઇડ્સ બંધ રહેતા અને વરસાદ થતાં વેપારીઓને લાખોનું નુકસાન થવાની સ્થિતિ રાજકોટની માફક ગોંડલનાં લોકમેળામાં (Gondal Lok Mela) રાઇડ્સધારકો દ્વારા નિયમોની...
gondal lok mela   વરસાદ અને રાઇડ્સ બંધ રહેતા વેપારીઓને લાખોનું નુકસાન થવાની ભીતિ
  1. ગોંડલ લોકમેળાનું ઉદધાટન થયું પરંતુ રાઇડ્સ બંધ (Gondal Lok Mela)
  2. વરસાદને પગલે સાતમના દિવસે પણ લોકોનો ફિક્કો પ્રતિસાદ
  3. રાઇડ્સ બંધ રહેતા અને વરસાદ થતાં વેપારીઓને લાખોનું નુકસાન થવાની સ્થિતિ

રાજકોટની માફક ગોંડલનાં લોકમેળામાં (Gondal Lok Mela) રાઇડ્સધારકો દ્વારા નિયમોની પૂર્તતા કરાઇ ના હોય રાઇડ્સ ચાલુ થઈ શકી નથી. શનિવાર છઠ્ઠનાં દિવસે મેળાનું સંતો-મહંતો, ધારાસભ્ય, ડે. કલેક્ટર સહિતનાં લોકો હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. પરંતુ, રાઇડ્સ ચાલુના હોય મેળાની રંગત ફીક્કી પડી હતી. શનિવારે, તંત્ર દ્વારા બધી રાઇડ્સ બંધ કરાવાઇ હતી. લોકમેળામાં નાની-મોટી 15 થી વધુ રાઈડ્સ છે. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ, નવા નિયમોની પૂર્તતા કરવી મુશ્કેલ હોવાથી મેળો શરૂ થવા છતાં રાઇડ્સ ચાલુ થઈ શકી નથી. રાઇડસ ચાલુ થશે કે કેમ તે અનિશ્ચિત છે.

Advertisement

આ પણ વાંચો - Gondal Lok Mela : વરસાદ અને રાઇડ્સ બંધ રહેતા વેપારીઓને લાખોનું નુકસાન થવાની ભીતિ

Advertisement

લાખો રૂપિયાનું રોકાણ ધોવાય તેવી સ્થિતિ

ગોંડલમાં નગરપાલિકા દ્વારા હરરાજી દ્વારા લોકમેળો 71 લાખ જેવી મોટી કિંમતે અપાયો છે. સ્વાભાવિક છે રાઇડ્સ કે પ્લોટ ધારકોને ઊંચા ભાવ આપવો પડે. લોકમેળામાં (Gondal Lok Mela) ખાસ કરીને સાતમ-આઠમની કમાણી મહત્ત્વની હોય છે. ત્યારે, આજે સાતમના દિવસે રાઇડ્સ ચાલુ થઈ શકી નથી. હવે રાઇડ્સ ચાલુ થશે કે કેમ તેવી દુવિધા વચ્ચે હાલ રાઇડ્સધારકોના લાખો રૂપિયાનું રોકાણ ધોવાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : અતિભારે વરસાદની આગાહી મુદ્દે મુખ્ય સચિવની બેઠક, અધિકારીઓને આપી આ સૂચના

ગોંડલમાં 24 કલાકમાં અઢી ઇંચ ધોધમાર વરસાદ

ગોંડલમાં ગતરાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. સંગ્રામસિંહ હાઈસ્કૂલનું મેદાન પાણી-પાણી થતાં મેદાનમાં યોજાયેલ લોકમેળાનાં (Gondal Lok Mela) સ્ટોલ લથબથ બન્યા હતા. લોકમેળાના મુખ્ય સ્ટેજની સામે, રાઈડ્સ, રમકડા, ખાણીપીણીનાં સ્ટોલની લાઈનોમાં પણ પાણી ભરાયા હતા. અલબત્ત વરસાદને કારણે મેળો ખાલી જોવા મળ્યો હતો. રાઇડ્સ ચાલુ ના હોવાથી અને સતત વરસાદ પડતા મેળાના ધંધાર્થીઓ માટે આજે સાતમ નિષ્ફળ ગઈ હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 5 લાખે એકમાં દેખાતી એવી દુર્લભ જન્મજાત ખામીની જટીલ સર્જરી, માસૂમને નવજીવન

Tags :
Advertisement

.