ગોંડલના લોકમેળામાં 7 દિવસમાં 4 લાખ લોકોએ મેળો માણ્યો, પ્રથમવાર શાંતિ પૂર્વક મેળો પૂરો થયો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલ નગરપાલિકા સંચાલિત લોકમેળાના છેલ્લા દિવસે પણ ભીડ ઉમટી હતી. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સાત દિવસમાં 4 લાખથી પણ વધુ લોકોએ મેળો માણ્યો હતો. નગરપાલિકા દ્વારા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક મેળો 1970 થી યોજાઈ છે. ત્યારે વર્ષ 2023 માં 53 વર્ષ પૂરા થાય હતા. 5 સપ્ટેમ્બર ના દિવસે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે ગઈ કાલે 11 સપ્ટેમ્બર ની રાત્રી ના મેળા ની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. લોકમેળા માં છેલ્લા દિવસે પણ મોટી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
25 થી વધુ રાઈડ્સ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડ્સો મેળામાં આકર્ષણ જમાવ્યું હતું
ગોંડલ નો લોકમેળો અંદાજે પાંચ એકરમાં મેળો યોજાયો હતો. મેળામાં એક વિશાળ 40×30 નો સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. લોક મેળા માં ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, 3 કોલંબસ (નાવડી), 2 મોટા ઝુલા (ફઝર ફાલકા), મોત નો કૂવો, સલામ્બો, ડ્રેગન ટ્રેન, ક્રોસ વ્હીલ ચકેરડી સહિત નાના બાળકો માટે 25 થી વધુ રાઈડ્સ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડ્સો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં 100 થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
લોક મેળા કમિટી ની રચના કરવામાં આવી હતી
ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો માં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ, ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન અને મેળા કમિટી ના ઓમદેવસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, નિલેશભાઈ કાપડિયા, સંજીવકુમાર ઘીણોજા, જીગ્નેશભાઈ ઠૂંમર, અશ્વિન રૈયાણી અને નગરપાલિકા ના સદસ્યો અને કર્મચારીઓ ની ભારે જહેમત ઉઠાવી હતી.
લોક મેળામાં પોલીસ ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો
જન્માષ્ટમી પર્વ નિમિતે સંગ્રામસિંહ હાઈસ્કૂલ માં યોજાતા લોકમેળા માં ચાંપતા બંદોબસ્ત સાથે પોલીસ 'એક્શન મોડ' પર રહી હતી. લોકમેળા ના આયોજકો દ્વારા 32 જેટલા કેમેરા કાર્યરત કરાયા હતા.જે સમગ્ર લોકમેળા પર નજર રાખી હતી. લોકમેળા માં મુખ્ય સ્ટેજ નજીક પોલીસ ચોકી કાર્યરત રાખી હતી. પોલીસ સ્ટાફ મેળા મા સતત પેટ્રોલિંગ કરતો રહ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.