Gondal : હોસ્ટલમાં રહેતા ધો. 12 નાં વિદ્યાર્થીની અચાનક તબિયત લથડી, પછી થયું મોત, અનેક સવાલ
- રાજકોટમાં બેદરકારીએ લીધો એકના એક ભાઈનો જીવ
- ગોંડલની ધોળકિયા હોસ્ટેલની દુઃખદ ઘટના
- હોસ્ટેલની બેદરકારીથી શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત
- છેલ્લા ચાર દિવસથી બિમાર હતો વિદ્યાર્થી
- ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
- વિદ્યાર્થી શ્યામ પાઠક મૂળ માળિયા હાટીનાનો વતની
- ચાર દિવસથી વિદ્યાર્થી બિમાર હતો પરંતુ પરિવારને ન કરાઈ જાણ
- સારવારમાં પણ તબીબોની બેદરકારીનો પરિવારનો આરોપ
- માતા-પિતાનો એકનો એક દીકરો હતો શ્યામ પાઠક
- બહેનો રાખડી બાંધવા રાહ જોતી હતી પરંતુ ઘરે આવ્યો મૃતદેહ!
આવતીકાલે ગુજરાત સહિત સમગ્ર દેશ રક્ષાબંધન (Rakshabandhan) પર્વની ઉજવણી કરશે. ત્યારે આ પહેલા ગોંડલથી (Gondal) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. ગોંડલની એક ધોળકીયા સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીની તબિયત બગડતાં મોત થયાની ઘટનામાં બની છે. રક્ષાબંધનનાં એક દિવસ પહેલા બે બહેનોનાં ભાઈનું મોત થતાં અરેરાટી વ્યાપી છે.
આ પણ વાંચો - Morbi Murder Case : 9 વર્ષ પહેલા 14 વર્ષીય માસૂમની હત્યાનાં કેસની તપાસ હવે CBI ને સોંપવા HC નો હુકમ
હોસ્પિટલ સારવારમાં પહોંચે એ પહેલા જ વિદ્યાર્થીનું મોત
ગોંડલની (Gondal) એક ધોળકીયા સ્કૂલની ધો. 12માં માળિયા હાટિનાનો 17 વર્ષીય વિદ્યાર્થી શ્યામ લલિતભાઇ પાઠક અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. શ્યામની તબિયત અચાનક બગડતા સ્કૂલ દ્વારા ગોંડલની ખાનગી ક્લિનિકમાં દાખલ કરાયો હતો, જ્યાં તેને બાટલા ચડાવવામાં આવ્યા હતા. સારવાર બાદ હોસ્ટેલ સંચાલકો વિદ્યાર્થીને હોસ્ટેલ લઇ ગયા હતા અને વિદ્યાર્થીનાં પરિવારજને જાણ કરી હતી. પરિવારનાં સગા ગોંડલમાં રહેતા હતા. વિદ્યાર્થીને મોટી ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, હજુ હોસ્પિટલ સારવારમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - Mehsana : સોસાયટીમાં પણ બાળકો સુરક્ષિત નથી! સાઇકલ ચલાવતી 4 વર્ષીય માસૂમને કારચાલકે કચડી દેતાં મોત
અચાનક બીમાર પડવું અને મોતને ભેટવા પાછળ અનેક સવાલ
હાલ ઘટનાની જાણ થતાં ગોંડલ બ્રહ્મ સમાજનાં (Gondal Brahm Samaj) આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બાળકનાં મૃતદેહને પી.એમ.અર્થે રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવે તેવી માગ કરી હતી. વિદ્યાર્થીનું અચાનક બીમાર પડવું અને મોતને ભેટવું ઘણા સવાલ ઊભા કરે છે. આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે અને બે બહેનોનો ભાઈ આજે મોતને ભેટ્યો છે. ત્યારે પરિવારમાં અરેરાટી ફેલાઈ છે. કોની બેદરકારીનાં કારણે શ્યામ મોતને ભેટ્યો છે એ PM રિપોર્ટ બાદ બહાર આવશે.
ચાર દિવસથી બિમાર હતો પણ તેના પરિવારને જાણ સુદ્ધાં કરાઇ ન હતી
સવાલ એ છે કે વિદ્યાર્થી શ્યામ પાઠક છેલ્લા ચાર દિવસથી બિમાર હતો પણ તેના પરિવારને જાણ સુદ્ધાં કરાઇ ન હતી. વિદ્યાર્થી શ્યામ પાઠક મૂળ માળિયા હાટીનાનો વતની હતો. ચાર દિવસથી વિદ્યાર્થી બિમાર હતો પરંતુ પરિવારને જાણ કેમ ના કરાઇ તેવો સવાલ પરિવાર ઉઠાવી રહ્યો છે. સારવારમાં પણ તબીબોની બેદરકારી હોવાનો નો પરિવારે આરોપ લગાવ્યો છે. શ્યામ પાઠક માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને બહેનો રાખડી બાંધવા રાહ જોતી હતી પરંતુ ઘરે મૃતદેહ આવતાં હ્રદયદ્વાવક દ્રષ્યો સર્જાયા હતા
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Surat : વકીલ અને PI વચ્ચે મારામારીનાં ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ