Rajkot: ગોંડલના રાજકારણમાં ગરમાવો, અલ્પેશ કથીરિયા- ગોંડલમાં ફરવા આવીએ છીએ
- રાજકોટના ગોંડલમાં રાજકારણમાં ગરમાવો
- અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
- કરો સ્વાગતની તૈયારી" ગોંડલમાં ફરવા આવીએ છીએ
- ગણેશ જાડેજાએ પણ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
એક તરફ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. તો બીજી તરફ ગોંડલ (Gondal )નો વિવાદ પણ હજુ શાંત થવાનું નામ લેતો નથી. સોશિયલ મીડિયામાં અલ્પેશ કથીરીયા (Alpesh Kathiria) અને ગણેશ જાડેજા (Ganesh Jadeja) એ પણ સામે વળતી પોસ્ટ કરી છે. આવતીકાલે અલ્પેશ કથીરીયા (Alpesh Kathiria) ગોંડલ આવી રહ્યો છે. સ્વાગતની કરો તૈયારીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ગણેશ જાડેજા(Ganesh Jadeja) પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
ગણેશ જાડેજા (Ganesh Jadeja) દ્વારા પણ સોશિયલ મીડીયામાં પોસ્ટ કરી લખ્યું હતું કે, ભગવતભૂમિ ગોંડલને બદનામ કરનારા તેમજ જાતિવાદી માનસિકતા ધરાવનારનું સ્વાગત કરવા જનતા તૈયાર છે. બંનેના સમર્થકોએ પણ સોશિયલ મીડિયામાં સામ સામે પોસ્ટ કરી હતી. બંનેની સામ સામેની પોસ્ટથી પોલીસ પણ સતર્ક થઈ છે.
સુલતાનપુર ગામે ગણેશ જાડેજાને સમર્થન આપ્યું હતું.
ગોંડલના સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા (JAYRAJSHINH JADEJA) અને ગણેશ જાડેજા (ganesh jadeja) ના સમર્થનમાં જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા (ganesh jadeja) અને જયરાજસિંહ જાડેજા (jAYARAJSHINH JADEJA)ના સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
ગણેશ જાડેજાએ સભામાં શુ નિવેદન આપ્યું હતું
ગણેશ જાડેજા (GANESH JADEJA)એ સભામાં નિવેદન આપ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. ગણેશ જાડેજા (ganesh jadeja) એ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) મેહુલ બોધરા (Mehul Boghra) અને જિગીષા પટેલ (Jigisha Patel) પર આકરા પ્રહાર કર્યા હતા. અલ્પેશ કથિરીયા (Alpesh Kathiria) પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તારા પર 14-14 દીકરાઓના મૃત્યુનું પાપ છે. પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા (Mehul Boghra) પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરા (Mehul Boghra) નું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી શકતી નથી. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે. માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં.
દૂધીયા દાંત પડે પછી રાજકારણ કરજોઃ જિગીષા પટેલ
આ બાબતે જિગીષા પટેલે (Jigisha Patel) વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવાવાળા નથી. આ 21 મી સદી છે તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખૌફ તમે જે ઉભો કર્યો છે. તેને ખતમ કરવાનું કામ અમારૂ છે. વાત રહી અમારા ઘર સાચવવાની પહેલા ગોંડલ સ્કૂલ બોય તમે પહેલા તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાની ઓથમાંથી બહાર નીકળો. તમે કોઈ સંઘર્ષ કરેલ નથી. તમે જન્મથી ગોંડલ સ્કૂલ બોય છો. માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ન હોય. દૂધીયા દાંત પડે પછી રાજકારણ કરજો. અમારા બહેનની આબરુ જે કાઢતા હોય તેને અમારૂ સમર્થન ન હોય. તમે તમારૂ કરો તો પણ સારૂ. જે લોકો ત્યાં રહે છે તેમનામાં જે ખૌફ છે તે થોડા સમયમાં નીકળી જ જવાનો છે. ગોંડલમાં બધુ સારૂ હોત તો તમારે ગોંડલમાં આટલા હથિયારો સાથે માણસો લઈને કેવી રીતે ફરવું પડત. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હો તો હથિયારના પરવાના આપી બતાવો. ગોંડલ સ્કૂલ બોય અમે તો ગોંડલનાં ગુંડા તત્વોની સામે પડ્યા છીએ.
આ પણ વાંચોઃ Ahmedabad: બાવળા અને જૂનાગઢમાં આતંકવાદી હુમલાનો લઈ વિરોધ પ્રદર્શન, કડક સજાની કરી માંગ
ગણેશ જાડેજા પર આક્ષેપ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોઘરા,અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા,મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે ત્યારે પહેલી વાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Gandhinagar: કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ ઘરે પરત ફર્યા, હુમલાની સ્થિતિના અનુભવો જણાવ્યા