Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા

ગોંડલમાં ચાયનીઝ લસણ મામલે આજે દેશભરમાં વિરોધ દેશનાં તમામ યાર્ડમાં આજે લસણની હરાજી બંધ રહેશે આજે ભારતભરનાં યાર્ડમાં લસણનાં વેપારીઓ અને દલાલો લસણ ખરીદી નહિ કરે. ગુજરાત અને સૌરાષ્ટ્રનું (Saurashtra,Banned ) અગ્રણી એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard)...
gondal   માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા
  1. ગોંડલમાં ચાયનીઝ લસણ મામલે આજે દેશભરમાં વિરોધ
  2. દેશનાં તમામ યાર્ડમાં આજે લસણની હરાજી બંધ રહેશે
  3. આજે ભારતભરનાં યાર્ડમાં લસણનાં વેપારીઓ અને દલાલો લસણ ખરીદી નહિ કરે.

ગુજરાત અને સૌરાષ્ટ્રનું (Saurashtra,Banned ) અગ્રણી એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં કોઈએ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનાં (Banned Chinese Garlic) 30 જેટલા કટ્ટા ઘૂસાડી દીધા હતા. આ મામલે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ આજે દેશભરમાં તમામ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal : લ્યો બોલો...ચાઇનીઝ લસણ! માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા મળ્યા, કડક કાર્યવાહી કરવા સરકારને રજૂઆત

Advertisement

દેશભરમાં લસણની હરાજી બંધ રહેશે

પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) પ્રતિબંધિત ચાઇનીઝ લસણનાં (Chinese Garlic) મળી આવતા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવા વિનંતી કરવામાં આવી હતી. આથી, આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનાં (Chinese Garlic) વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. આજે ભારતભરનાં યાર્ડમાં લસણનાં વેપારીઓ અને દલાલો લસણની ખરીદી નહિ કરે.

આ પણ વાંચો - GONDAL : માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે લસણની હરાજી બંધ

Advertisement

ખેતીવાડી વિભાગના વલણ સામે સવાલ

જણાવી દઈએ કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 સપ્ટેમ્બરનાં રોજ ચાયનીઝ લસણ મળી આવ્યું હતું. આ અંગે યાર્ડનાં ચેરમેનને જાણ કરવામાં આવી હતી. સાથે જ યાર્ડનાં સત્તાધીશો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલે હવે SOG દ્વારા તપાસ પણ કરવામાં આવી છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રતિબંધિત લસણ ભારતમાં આવ્યું કેવી રીતે ? તેની અહીં જ વાવણી કરવામાં આવી કે પછી ચીનથી આ લસણને મંગાવવામાં આવ્યું હતું. ભારતમાં વાવણી કરી તો બિયારણ કોણે અને ક્યાંથી મંગાવ્યું ? બીજી તરફ ખેડૂતો વચ્ચે એવો પણ સવાલ છે કે આ મામલે ખેતીવાડી વિભાગ (Agriculture Department) દ્વારા હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી નહી કરાઈ ? ખેતીવાડી વિભાગ દ્વારા પોલીસ ના હાથ બાંધી દેવામાં આવ્યા છે ? રાજકોટ SOG ડુપ્લીકેટ બિયારણ જથ્થો પકડ્યા બાદ અચાનક રોકથી અનેક સવાલો પણ ઉઠ્યા છે. આ મામલે જો પોલીસ (Gondal Police) કામગીરી કરે તો ખેતીવાડી વિભાગનું નાક કપાય, આથી ઉપરથી આદેશ કરવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Surendranagar: તરણેતરના મેળામાં દાદાગીરી કરી રહેલા યુવકને પોલીસે ભણાવ્યો પાઠ

Tags :
Advertisement

.