Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : લ્યો બોલો...ચાઇનીઝ લસણ! માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા મળ્યા, કડક કાર્યવાહી કરવા સરકારને રજૂઆત

ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડમાંતી ચાઈનીઝ લસણ મળ્યાનો મામલો માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા ચાઈનીઝ લસણ મળી આવતા ચકચાર પ્રતિબંધિત લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ થશેઃ અલ્પેશ ઢોલરિયા ગોંડલનાં (Gondal) અગ્રિમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા ગઈકાલ સાંજે બે હજાર...
gondal   લ્યો બોલો   ચાઇનીઝ લસણ  માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા મળ્યા  કડક કાર્યવાહી કરવા સરકારને રજૂઆત
Advertisement
  1. ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડમાંતી ચાઈનીઝ લસણ મળ્યાનો મામલો
  2. માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા ચાઈનીઝ લસણ મળી આવતા ચકચાર
  3. પ્રતિબંધિત લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ થશેઃ અલ્પેશ ઢોલરિયા

ગોંડલનાં (Gondal) અગ્રિમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા ગઈકાલ સાંજે બે હજાર કટ્ટાની આવક થવા પામી હતી, જેમાં ભારત દેશમાં પ્રતિબંધિત ચીનનાં લસણનાં (Chinese Garlic) 30 જેટલા કટ્ટા ઘૂસી આવ્યા હતા. 'ચાઈના લસણ'નાં 30 કટ્ટા છાપરા નં- 10માં ઉતારવામાં આવ્યા હતા. વેપારીની નજરે ચીનનાં લસણનાં કટ્ટા ચડતા યાર્ડનાં ચેરમેનને રજૂઆત કરી હતી.

યાર્ડનાં ગોડાઉનમાંથી ચીનનાં લસણનાં 30 કટ્ટા જપ્ત કરાયાં

માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ (Alpeshbhai Dholriya) જણાવ્યું હતું કે, સમગ્ર ભારત અને ગુજરાતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે. લસણનાં વેપારીઓને યાર્ડનાં છાપરા નં-10 નીચે ચીનનાં લસણનાં 30 કટ્ટા અંદાજે 600 થી 700 કિલો લસણ નજરે આવ્યા હતા અમને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને આ લસણ ક્યાંથી આવ્યું છે ? કોણે મંગાવ્યું છે ? તેની તપાસ ચાલુ છે. આ ચીનનું લસણ અહીં એટલા માટે પ્રતિબંધ છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) અહીંનાં ખેડૂતોનું યાર્ડ છે. આવું લસણ બહારથી આવવા લાગે તો અહીંનાં ખેડૂતોને મસમોટું નુકસાન થાય. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન જાય તેવું ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે એટલા માટે ચાઈના લસણનો 30 કટ્ટાનો માલ યાર્ડનાં ગોડાઉનમાં જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિ.માં તબીબે વૃદ્ધા દર્દી સાથે કરેલા અમાનવીય વર્તન અંગે Gujarat First નાં અહેવાલની ધારદાર અસર

રાજ્ય અને કેન્દ્ર સરકારમાં યાર્ડનાં સત્તાધીશોની રજૂઆત

વધુમાં યાર્ડનાં ચેરમેને જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંદાજે વર્ષ 2006 થી ચાઈનાં લસણ પર પ્રતિબંધ છે. ચાઈનાં લસણ (Chinese Garlic) કયાંથી આવ્યું ? અને કેવી રીતે આવ્યું ? તેને લઈને અમે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કૃષિમંત્રીને ઈમેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી છે. જેટલા લોકો આ કામ સાથે જોડાયેલા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો - Gandhinagar : ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધને લઈ સરકારનો મોટો નિર્ણય

ગોંડલ યાર્ડમાં જ લસણ શા માટે આવ્યું ?

વધુ યાર્ડનાં (Gondal) ચેરમેન અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકસાથે 44 થી વધુ જણસીઓની હરાજી થાય છે. મોટા પ્રમાણમાં જણસીઓની આવક થતી હોય છે ત્યારે આવા તત્વોને એવું હોય કે ગોંડલ યાર્ડમાં (Gondal Marketing Yard) મોટાપાયે માલ આવતો હોય એમ વચ્ચે ઘૂસી જાય તો કોઈને ખબર પડે નહીં. અહીંનાં લસણનાં વેપારીઓએ આ ચાઈનીઝ માલને પારખી લીધો હતો. ઉપલેટા બાજુનાં કોઈ ખેડૂત આ માલ લઈને અહીં આવ્યો હતો. રાજ્ય સરકારને આ બાબતે જાણ કરી છે. આવા લોકો સામે એક્શન લેવા છે કારણ કે આવા તત્વો આવી કામગીરી કરે તો હમેશા ખેડૂતોને નુકસાન થતું હોય છે. ખેડૂતોને એકપણ રૂપિયાની નુકસાન થાય તેવું અમે કોઈપણ કાળે નહિ ચલાવી લઈએ. સરકારે ચાઈનીઝ લસણ પર શા માટે પ્રતિબંધ કર્યું તે અંગે યાર્ડનાં (Gondal Marketing Yard) ચેરમેનને પૂછતાં જણાવ્યું હતું કે, સરકારે કદાચ પ્રતિબંધ એટલે કર્યો હોય લસણની ક્વોલિટીમાં ફેર હોય. તદુપરાંત, કોઈપણ ચીજની દેશની અંદર આવક બંધ હોય ત્યારે તેનું ભારતમાં પ્રવેશ નિષેદ હોય છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Surat : નવી સિવિલ હોસ્પિટલમાં હવે મળશે આ સુવિધા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલે કર્યું ઉદઘાટન

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ, Canada ની રાજકીય પરિસ્થિતિ ગરમાઈ

featured-img
ગુજરાત

AHMEDABAD ની ખ્યાતનામ શાળામાં બાળકીનું શંકાસ્પદ મોત

featured-img
ગાંધીનગર

BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

featured-img
રાષ્ટ્રીય

Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો

featured-img
ગુજરાત

VADODARA : ક્વિક કોમર્સ કંપનીનું ગોડાઉન સીલ, લોકોએ વિરોધ કરતા કાર્યવાહી

featured-img
સ્પોર્ટ્સ

હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

×

Live Tv

Trending News

.

×