Gondal : ચોરડી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી વિદેશી દારૂ સાથે 2 ની ધરપકડ, રુ. 46 લાખનો મુદ્દામાલ જપ્ત
- Gondal પોલીસની દિવાળીમાં મોટી કાર્યવાહી
- 35 લાખનાં દારૂનાં જથ્થા સાથે બે લોકોની ધરપકડ
- પોલીસે કુલ 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
દિવાળીનાં (Diwali 2024) તહેવારો દરમિયાન ગોંડલ પોલીસે (Gondal Police) મોટી કાર્યવાહી કરી છે. LCB તથા SOG ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચોરડી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી ગતરાતે વિદેશી દારૂનાં કટિંગ વેળા દરોડો પાડીને રુ. 34,99,560 નાં વિદેશી દારૂ સાથે કુલ રુ. 46,00,540 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 2 પરપ્રાંતિય શખ્સોને જડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!
પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડી લાખોનો દારૂ ઝડપ્યો
પ્રાપ્ત વિગત મુજબ, ગત મોડી રાતે LCB PI ઓડેદરા, SOG PI મિયાત્રા, ASI બાલકૃષ્ણ ત્રીવેદી, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ સહિત સ્ટાફ નાઇટ કોમ્બિંગમાં હતો. ત્યારે, ચોરડીનાં રાધે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વિદેશી દારુનાં મોટા જથ્થાનું બે શખ્સો દ્વારા કટીંગ થઈ રહ્યું હોવાની બાતમી હેડ. કોન્સ. અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, મહીપાલસિહ ચુડાસમાને મળી હતી.
આ પણ વાંચો - Patan : ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 લોકોનાં મોત
દારૂની 6228 બોટલ, મહિન્દ્રા પીકઅપ, છોટાહાથી, એક્ટિવા, મોબાઇલ જપ્ત કર્યાં
આથી, પોલીસની (Gondal Gondal) ટીમો રાધે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં (Chordi Industrial Zone) દોડી જઇ કોલ્ડ સ્ટોરેજના પાછળના ભાગે આવેલી અવાવરું જગ્યામાં વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા મૂળ ઓરિસ્સાનાં નીલપુરા અને હાલ રાજકોટના ભાવનગર રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા શંબુનાથ દીનબંધુ બારિક (ઉ.38) તથા તેની સાથે રહેતા મૂળ બંગાળના પદીમા ગામનાં પુલિન અનંતાભાઇ પત્રાને વિદેશી દારૂની 6228 બોટલ, મહિન્દ્રા પીકઅપ વાહન, છોટાહાથી, એક્ટિવા તથા મોબાઇલ સાથેનો મુદ્દામાલ જડપી પાડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો તે અંગે પોલીસે બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહ