Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોલ્ડન લહેંગા, બ્રાઈડલ લૂક અને બાજુમાં નસરુલ્લા…,Pakistan થી અંજૂનો નવો Video Viral

રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂના રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. અંજૂ હવે ફાતિમાના નામે ઓળખાય છે. તેણે ધર્મપરિવર્તન કર્યું અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા. ક્યારેક પાકિસ્તાનના મેદાનોમાં ફરતી અંજૂનો વીડિયો સામે આવે છે તો ક્યારેક તે નસરુલ્લા સાથે બુરખો...
01:05 PM Jul 31, 2023 IST | Dhruv Parmar

રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂના રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. અંજૂ હવે ફાતિમાના નામે ઓળખાય છે. તેણે ધર્મપરિવર્તન કર્યું અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા. ક્યારેક પાકિસ્તાનના મેદાનોમાં ફરતી અંજૂનો વીડિયો સામે આવે છે તો ક્યારેક તે નસરુલ્લા સાથે બુરખો પહેરીને ડિનર કરતી જોવા મળે છે. આ દરમિયાન, અંજૂનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ગોલ્ડન લહેંગા પહેરીને અને ચહેરા પર માસ્ક પહેરીને બેઠી છે.

વીડિયોમાં નસરુલ્લા પણ અંજૂની બાજુમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. જોકે, 'ગુજરાત ફર્સ્ટ' આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો દિલીપ કુમાર ખત્રી નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આમાં અંજૂએ લહેંગા પહેર્યો છે, મેક-અપ કર્યો છે અને માસ્ક પહેરીને બેઠી છે. નસરુલ્લા પણ તેની બાજુમાં બેઠેલા જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે કોઈ ફંક્શન ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા અંજૂ તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાને મળવા પાકિસ્તાન જવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. હવે દેશમાં ચર્ચા ચાલી રહી છે કે અંજૂ પાકિસ્તાનમાં રહેશે કે ભારત આવશે. અંજૂ પાકિસ્તાન પહોંચી અને તેના પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાનું નવું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી અંજૂએ 17 વર્ષ પહેલા રાજસ્થાનના અલવરના રહેવાસી અરવિંદ સાથે લગ્ન કર્યા હતા. અંજૂને 15 વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે. બલિયા જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર, રસરા-મૌ હાઈવેને અડીને આવેલા ખડગપુરા ગામમાં તેમના સાસરિયાનું ઘર છે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી શાંત દેશ Denmark માં કુરાન સળગાવવામાં આવ્યું, ઈસ્લામિક દેશોએ નારાજગી વ્યક્ત કરી

Tags :
AnjuAnju Caseanju latest videoanju lehenga videoanju pakistanInvestigationNasrullah NikahPakistanRajasthan PoliceVideo Viralworld
Next Article