Gold smuggling: બાંગ્લાદેશથી ભારતમાં સોનાની તસ્કરી, પોલીસે આટલા કરોડનું સોનું જપ્ત કર્યું
Gold smuggling: બિહારથી અત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યાં હતાં. અહીં સોનાની તસ્કરીની એક ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, સોનાની તસ્કરી મામલે બિહાર પોલીસને એક મોટી સફળતા મળી છે. મળતી વિગતો પ્રમાણે બિહાર પોલીસને સોનાની તસ્કરીની બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે ડીઆરઆઈ પીઆરયૂના અધિકારીઓએ શેરઘાટીના સવકલા ટોલ નાકા પરથી હુંડાઈ ક્રેટા કાર સાથે ત્રણ લોકોની અડધી રાત્રે ઘરપકડ કરી હતીં. પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશી મૂળનું સોનું કોલકાતાથી કારમાં ગ્વાલિયર લઈ જવામાં આવી રહ્યું હતું.
2 કરોડ 75 લાખ રૂપિયાનું સોનું ઝડપાયું
સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે વિદેશી મૂળ સોનાના પ્લેટના કુલ 22 નંગ અને વિદેશી મૂળના 08 કટ-પીસ, જેનું વજન 3987.300 ગ્રામ છે, જેની કિંમત લગભગ 2 કરોડ 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કારની આગળની સીટ નીચે બનેલા બોક્સની અંદરથી સોનાના કાપેલા ટુકડા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની સાથે પોલીસ વિદેશી મૂળ સોનાને પણ જપ્ત કરી લીધું છે.
બાંગ્લાદેશના સિલ્લિયાથી થઈ હતીં તસ્કરી
ઉલ્લેખનીય છે કે, પોલીસે ધરપકડ કરેલા લોકોએ સ્વીકાર કર્યું હતું કે, જપ્ત કરેલું સોનું બાંગ્લાદેશના સિલ્લિયાથી ભારતમાં તસ્કરી કરીને લવવામાં આવ્યું હતું. આ કિસ્સામાં, પ્રાપ્ત થયેલ સોનું, પેકિંગ સામગ્રી અને વાહન તરીકે વપરાયેલી કાર જપ્ત કરવામાં આવી હતી અને કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ આ કેરિયર્સની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
પોલીસે અત્યારે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશથી ભારતમાં સોનાની તસ્કરી કરવામાં આવી રહીં હતીં. હજુ આ મામલે વધુ વિગતો પોલીસને હાથ લાગી શકે છે કે, આ પહેલા કોઈ તસ્કરી થઈ છે કે કેમ? જો થઈ છે તો તે મામલે શું કાર્યવાહી થઈ શકે છે, તે તમામ દિશાઓમાં પોલીસ અત્યારે તપાસ કરી રહીં છે.