Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gold Rate: બજેટમાં મહિલાઓને મોટી ભેટ, સોનું થયું સસ્તું

Gold Rate: PM નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)આગેવાની હેઠળની NDA સરકારે તેનું પ્રથમ બજેટ (Budget 2024) રજૂ કર્યું છે અને તેમાં સોના-ચાંદીને (Gold-Silver)લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ પછી, સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો (Gold Rate Fall) જોવા મળ્યો...
gold rate  બજેટમાં મહિલાઓને મોટી ભેટ  સોનું થયું  સસ્તું

Gold Rate: PM નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)આગેવાની હેઠળની NDA સરકારે તેનું પ્રથમ બજેટ (Budget 2024) રજૂ કર્યું છે અને તેમાં સોના-ચાંદીને (Gold-Silver)લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ પછી, સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો (Gold Rate Fall) જોવા મળ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ના બજેટ ભાષણના અંત સુધીમાં સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ આશરે 4000 રૂપિયાનો ઘટાડો થયો હતો.

Advertisement

MCX પર કિંમત અહીં પહોંચી છે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં સોના અને ચાંદી સહિત અન્ય ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. સરકારે હવે સોના અને ચાંદી પર પહેલેથી જ લાગુ પડતી કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દીધી છે. આ નિર્ણયની તાત્કાલિક અસર સોનાની કિંમતો પર જોવા મળી છે અને તે 4000 રૂપિયા સસ્તું થઈ ગયું છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એમસીએક્સ પર સોનું ફ્યુચર ટ્રેડિંગ દરમિયાન મંગળવારે તે રૂ. 72,850 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત થતાં જ તે ઝડપથી ઘટવા લાગ્યું અને રૂ. 68,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.

Advertisement

ચાંદીમાં પણ મોટો ઘટાડો

નાણામંત્રીની જાહેરાત બાદ એક તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ થોડા સમય બાદ વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીની કિંમત 89,015 રૂપિયા પર પહોંચી ગઈ હતી અને અચાનક તેમાં પણ ઝડપથી ઘટાડો થવા લાગ્યો અને સોનાની જેમ આ કિંમતી ધાતુ પણ 4,740 રૂપિયા સસ્તી થઈ અને 84,275 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ.

Advertisement

નાણામંત્રીએ કઈ મોટી જાહેરાત કરી?

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. જેમાં બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા, એગ્રી ઈન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસ 1 ટકા છે. આ સિવાય પ્લેટિનમ પરની ડ્યૂટી હવે ઘટીને 6.4 ટકા થઈ ગઈ છે. આ સિવાય નાણામંત્રીની બજેટ જાહેરાત અનુસાર આયાતી જ્વેલરી પરની કસ્ટમ ડ્યૂટી પણ ઘટાડવામાં આવી છે.વાસ્તવમાં, સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે અને સોનાની માંગ વધી શકે છે. સોના અને ચાંદી પર વર્તમાન ડ્યુટી 15% છે, જેમાં 10% મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસનો સમાવેશ થાય છે. નાણામંત્રીની જાહેરાત બાદ હવે બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા જ્યારે સેસ 1 ટકા રહેશે.

આ પણ  વાંચો  -Share Market Closing Bell: સામાન્ય નાગરિકોની જેમ શેરબજારમાં પણ બજેટને લઈ દેખાઈ મુંઝવણ

આ પણ  વાંચો  -બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ શેરબજારમાં આવ્યો 1200 પોઈન્ટનો કડાકો

આ પણ  વાંચો  -Share Market : બજેટ પહેલા શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 236 પોઈન્ટ ઉછળ્યો

Tags :
Advertisement

.