Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાયલામાંથી અપહરણ થયેલી બાળકી મળી રાજકોટમાં અને આરોપીને...

Girl was kidnapped from Sayla : રાત્રે 10:30 કલાકથી સવાર સુધીમાં અપહરણ થયું
સાયલામાંથી અપહરણ થયેલી બાળકી મળી રાજકોટમાં અને આરોપીને
  • સાયલામાંથી અપહરણ કરેલી બાળકી મળી આવી
  • પોલીસને બાળકી રાજકોટમાંથી મળી છે
  • રાત્રે 10:30 કલાકથી સવાર સુધીમાં અપહરણ થયું

Girl was kidnapped from Sayla : સાયલા તાલુકામાં મોટા સખપર ગામે સાત વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે મામલે સાયલા તાલુકાના ઘજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. ત્યારબાદ આ મામલે સાયલા, એલસીબી, એસઓજી, લીંબડી, ચોટિલા સહિત અલગ અલગ ૦8 થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી બાળકી સાથે આરોપીને ઝડપી પાડયા હતા. જોકે આ સગીરાનું ગત તારીખ 28 ઓકટોબરના રોજ તેના ફળિયામાં સૂતી હતી, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

પોલીસને બાળકી રાજકોટમાંથી મળી છે

જોકે આ ઘટનામાં પોલીસને બાળકી રાજકોટમાંથી મળી છે. જ્યારે પોલીસે આરોપી તરીકે મહેશ જીવા પંચાલ બગોદરામાંથી ઝડપી પાડ્યો છે. તો સાયલાના લીંબાળા ગામના શખ્શ મહેશ જીવા પંચાલે બાળકીનું અપહરણ કર્યું હતું. હાલમાં, આરોપીલે મહેશ પંચાલની સમગ્ર મામલે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે કયા કારણોસર બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, તે હજું પણ અકબંધ છે.

આ પણ વાંચો: Gondal : તીર્થધામ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી

Advertisement

રાત્રે 10:30 કલાકથી સવાર સુધીમાં અપહરણ થયું

જોકે મોટા સખપર ગામે રહેતા ફરિયાદી અમૃતભાઈ નાનજીભાઈ મકવાણા દ્વારા પોતાની દીકરીનું અપરણ થયું હોવાની ફરિયાદ ધજાળા પોલીસ મથકે નોંધાવી હતી. રાત્રે 10:30 કલાકથી સવાર સુધીમાં અપહરણ થયું હોય તેવી ફરિયાદ આપવામાં આવી હતી. ગામમાં અને આસપાસના ગામમાં તપાસ કરતા દીકરી મળી આવી ન હતી. તે ઉપરાંત ફરિયાદીનો મોબાઇલ પણ ઓસરીમાં રાખેલ ફ્રીઝ ઉપરથી અપહરણ કરનાર લઈ ગયા હોય તેવું સામે આવ્યું હતું. જ્યારે મોબાઈલ નંબર ઉપરથી તેનું લોકેશન પોલીસ વિભાગ દ્વારા મેળવતા છેલ્લું લોકેશન રાજકોટ અમદાવાદ હાઈવે પરના પાણશીણા હાઇવે પરનું મળ્યું હતું.‌

આ પણ વાંચો: Ahmedabad : Fake Judge મોરિસ ક્રિશ્ચિયન, તેના સાથીને કોર્ટમાં રજૂ કરાયા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા!

Advertisement

Tags :
Advertisement

.