Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath : વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : કરશન બારડ

ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશન બારડનો પક્ષપલટા સામે રોષ સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પણ લગાવ્યા ગંભીર આક્ષેપ લોકસભાની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાનો લગાવ્યો આરોપ વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : કરશન બારડ ગીર સોમનાથ (Gir...
gir somnath   વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે   કરશન બારડ
  1. ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશન બારડનો પક્ષપલટા સામે રોષ
  2. સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પણ લગાવ્યા ગંભીર આક્ષેપ
  3. લોકસભાની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાનો લગાવ્યો આરોપ
  4. વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : કરશન બારડ

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં કોંગ્રેસમાં કમઠાણ સર્જાયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે (Karshan Barad) લોકસભાની ચૂંટણીમાં સોમનાથનાં કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાને લઈ ગંભીર આક્ષેપ કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર હીરાભાઈ જોટવાની આભાર સભામાં બારડનું આકરું વલણ જોવા મળ્યું હતું. તેમણે વિમલ ચુડાસમા પર ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય રહ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Palanpur : મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત 250 એકમો સામે નગરપાલિકાની મોટી કાર્યવાહી

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાવનારા સામે રોષ

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાવનારા સામે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા પ્રમુખે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર હીરાભાઈ જોટવાની (Heerabhai Jota) આભાર સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ ખૂલીને બહાર આવ્યા હતા. સભામાં કરશન બારડે પક્ષપલટો કરનારા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ સભામાં તેમનો સીધો ઈશારો વિમલ ચુડાસમા (Vimal Chudasma) પર હોવાની ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે લોકસભાની ચૂંટણીમાં સોમનાથનાં કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા નિષ્ક્રિય રહ્યાનો મોટો આક્ષેપ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Anand : પ્લાસ્ટિકની કંપનીમાં ગઈકાલે લાગી ભીષણ આગ, ફાયર વિભાગને લઈને પણ ચોંકાવનારા ખુલાસા

Advertisement

વિમલ ચુડાસમા અને BJP નેતા રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : બારડ

અહેવાલ મુજબ, કરશન બારડે (Karshan Barad) સભામાં કહ્યું કે, વિમલ ચુડાસમાનાં ગામ ચોરવાડમાં કોંગ્રેસને નજીવા મતો મળ્યા હતા. વિમલ ચુડાસમા અને BJP નેતા રાજેશ ચુડાસમા (Rajesh Chudasma) બન્ને અંદરથી એક છે. વિધાનસભામાં રાજેશ મદદ કરે છે અને લોકસભામાં વિમલ ચુડાસમા મદદ કરે છે. સૂત્રો અનુસાર, સોમનાથ તાલાળામાં કોંગ્રેસ ટિકિટ આપે તે જીતીને વંડી ઠેકી જાય છે એટલે ભાજપમાં (BJP) જાય છે. જો કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખનાં નિવેદનથી હવે કોંગ્રેસમાં (Congress) કેવી હિલચાલ રહેશે તે આગામી સમયમાં જોવા મળશે.

આ પણ વાંચો - VADODARA : બસની બ્રેક ફેઇલ થતા અકસ્માતની હારમાળા સર્જાઇ

Tags :
Advertisement

.