Lili Parikrama માં ભાવીકોનું ઘોડાપુર, 9 લોકોનાં Heart Attack થી મોત, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપી આ સલાહ!
- ગિરનારની Lili Parikrama માં કુલ 9 લોકોનાં હાર્ટ એટેકથી મોત
- સિવિલ સુપ્રિટેન્ડેન્ટની પ્રતિક્રિયા આવી સામે
- 8 ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
- તમામની ઉંમર 50 થી વધુ હોવાનું જાણવા મળ્યું : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
જુનાગઢ જિલ્લામાં (Junagadh) ગિરનારની લીલી પરિક્રમામાં દૈનિક ધોરણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ગિરનાર (Girnar) જંગલમાં 5 લાખથી વધુ ભાવિકો પરિક્રમા કરવા પહોંચ્યા છે, જ્યારે અંદાજિત 2 લાખ ભાવિકોએ બોરદેવીનો પડાવ પસાર કરી યાત્રા પૂર્ણ કરી દીધી છે. જો કે, આ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમામાં (Lili Parikrama) 9 લોકોનાં હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. આ મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટની (Civil Superintendent) પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો - Vav By-Election : માવજી પટેલ અને ગેનીબેન ઠાકોરની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
પરિક્રમા દરમિયાન 9 લોકોનાં હાર્ટ એટેકથી મોત
જુનાગઢ જિલ્લામાં ગિરનારની લીલી પરિક્રમામાં (Lili Parikrama) ભાવિકોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 5 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા પહોંચ્યા છે. જ્યારે, અંદાજિત 2 લાખ ભાવિકોએ બોરદેવીનો પડાવ પસાર કરી યાત્રા પૂર્ણ કરી છે. પરિક્રમા દરમિયાન 9 લોકોનાં હાર્ટ એટેકથી (Heart Attack) મોત નીપજ્યા છે. આ મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 8 મૃતદેહોને સિવિલ લાવવામાં આવ્યા છે. તમામની ઉંમર 50 થી વધુ વર્ષની છે. જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ અને મુંબઈનાં ભાવીકનું મોત થયું છે. જ્યારે અમદાવાદ 1 અને રાજકોટનાં 3 ભાવીકના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો - Khyati Hospital : આરોગ્ય મંત્રીને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવ્યો પડ્યો! ગુજરાત આવી કહી આ વાત!
પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
આ સાથે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે સલાહ આપતા કહ્યું કે, પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ. જણાવી દઈએ કે, ગત રાતે વિધિવત રીતે લીલી પરિક્રમાનો (Lili Parikrama) પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિકોની ભારે ભીડને જોઈ દેવ ઊઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો. ગિરનારની (Junagadh) લીલી પરિક્રમા 15 નવેમ્બર સુધી યોજાશે.
મૃતકોનાં નામ :
મુળજી લોખીલ (રાજકોટ)
મનસુખભાઈ, (રાજકોટ)
અરવિંદ સિંધવ (રાજકોટ)
પરસોત્તમભાઈ ભોજાણી (જસદણ)
હમીર લમકા (અમરસર)
રસિક ભરડવા (દેવળા)
આલા ચાવડા (ગાંધીધામ)
અરુણ ટેઈલર (મુંબઈ)
નટવર લાલ પટેલ (અમદાવાદ)
આ પણ વાંચો - Banaskantha : BJP ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કરી ગૌ પૂજા, માતા-પિતાનાં આશીર્વાદ લીધા, જાણો શું કહ્યું ?