Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌતમનો ગંભીર નિર્ણય, લખનૌનો સાથ છોડી બન્યા એકવાર ફરી આ ટીમના મેન્ટોર

IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટોર રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર હવે ફરી એકવાર પોતાની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયા છે. જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સનો...
ગૌતમનો ગંભીર નિર્ણય  લખનૌનો સાથ છોડી બન્યા એકવાર ફરી આ ટીમના મેન્ટોર

IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટોર રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર હવે ફરી એકવાર પોતાની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયા છે. જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર બનાવવામાં આવ્યો છે. IPLની નવી સિઝન પહેલા લખનૌની ટીમને આ બીજો મોટો ફટકો છે. આ પહેલા ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે પણ ટીમ છોડી દીધી હતી. હવે આવી સ્થિતિમાં ગંભીરનું ટીમ છોડવું એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

Advertisement

ગૌતમનો ગંભીર ટર્ન

જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર IPL ની બે સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર હતા અને ટીમે બંને સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા ગૌતમ ગંભીર કોલકાતા ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે અને ટીમ માટે IPL નો ખિતાબ પણ જીતી ચુક્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગૌતમ પોતાની જૂની IPL ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સના CEO વેંકી મૈસૂરે જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર ફરી એકવાર કોલકાતા ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે અને હવે તે ટીમના મેન્ટર તરીકે કામ કરશે. ગંભીરે પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે હવે કોલકાતા સાથે મેન્ટર તરીકે કામ કરશે.

Advertisement

ગૌતમે X પર ભાવનાત્મક પોસ્ટ લખી

Advertisement

જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર છે અને કોચ ચંદ્રકાંત પંડિત છે. ગૌતમ ગંભીર માટે લખનૌ છોડવું આસાન નહોતું, તેમણે પોતે જ પોસ્ટ છોડતી વખતે X પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. જ્યાં સુધી ગંભીર લખનૌ સાથે રહ્યો ત્યાં સુધી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને વખત પ્લેઓફમાં પહોંચી. જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર વર્ષ 2011માં કોલકાતા સાથે જોડાયેલો હતો અને તેના એક વર્ષ બાદ જ તેણે ટીમને IPLનો ખિતાબ અપાવ્યો હતો. ત્યારપછી તેની કપ્તાનીમાં કોલકાતાએ વર્ષ 2014માં બીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.

શાહરૂખે કર્યું ગૌતમનું સ્વાગત

KKR માં ગંભીરનું પાછું સ્વાગત કરતાં, ટીમના સહ-માલિક શાહરૂખ ખાને કહ્યું- "ગૌતમ હંમેશા પરિવારનો એક ભાગ રહ્યો છે અને આ અમારો કેપ્ટન એક "માર્ગદર્શક તરીકે એક અલગ અવતારમાં ઘરે પાછો ફરે છે." તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને હવે આપણા બધાને. ચંદુ સર અને ગૌતમને આશા છે કે તે ક્યારેય ન હાર માનનારી ભાવના અને ખેલદિલીને વિકસાવશે, જેના માટે તે અટલ છે, ટીમ KKR સાથે જાદુ કરવામાં.

આ પણ વાંચો - World Cup 2023 : કપિલ દેવ કેમ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા નહોતા આવ્યા ? સૌથી મોટો ખુલાસો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.