GATE GCCI Annual Trade Expo 2025 : ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યું
- 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સ્પો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યાં ઉપસ્થિત
- એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી
ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યું છે. તેમાં 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સ્પો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી છે. વિકસિત ભારતના વિઝનની એક્સ્પોમાં નેમ છે.
આવનાર વરસોમાં પણ આ ટ્રેડ એક્સ્પો ચાલુ રાખવામાં આવશે
આજે 10થી 12 એપ્રિલના ત્રણ દિવસ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાઇ રહ્યો છે. જેમાં ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું વર્ચ્યુઅલ ઓપનિંગ કેન્દ્રના સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ 2047ની સાલ સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકવાની નેમ સાથે આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર વરસોમાં પણ આ ટ્રેડ એક્સ્પો ચાલુ રાખવામાં આવશે.
આ એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે
ગુજરાત ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે ગેટ-2025 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રની હરોળમાં મૂકી દેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે તમામ તાકાતને કામે લગાવી લેશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ઉદ્યોગ ખાતાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી તથા ઉદ્યોગપતિઓએ હાજરી આપી છે. આ એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે. આ એક્સ્પો આશાસ્પદ ગણાતા 30થી વધુ સ્ટાર્ટઅપ્સ અને બીજા મોટા ઉદ્યોગોએ ભાગ લીધો છે. તેમ જ એમએસએમઈ એકમો મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: Hera Pheri 3 : 'હેરા ફેરી 3' ક્યારે રિલીઝ થશે? પરેશ રાવલે આપ્યો સંકેત, ચાહકો ખુશ થયા