Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh Visharan : ગોંડલ, ડભોઈ અને છોટાઉદેપુરમાં નમ આંખે શ્રીજીને વિદાય અપાઈ, જુઓ Photos

રાજ્યભરમાં ગણેશ વિસર્જન યાત્રા (Ganesh Visharan) નીકળી ગોંડલ, ડભોઈ અને છોટાઉદેપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા 10 દિવસનાં ગણેશોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ રાજ્યભરમાં આજે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે વાજતે-ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ (Gondal), છોટાઉદેપુર (Chotaudepur),...
11:32 PM Sep 17, 2024 IST | Vipul Sen
  1. રાજ્યભરમાં ગણેશ વિસર્જન યાત્રા (Ganesh Visharan) નીકળી
  2. ગોંડલ, ડભોઈ અને છોટાઉદેપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
  3. 10 દિવસનાં ગણેશોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ

રાજ્યભરમાં આજે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે વાજતે-ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ (Gondal), છોટાઉદેપુર (Chotaudepur), વડોદરાનાં ડભોઇ (Dabhoi) ખાતે ભગવાન ગણેશની વિસર્જન યાત્રા (Ganesh Visharan) ધૂમધામથી નીકળી હતી. ભક્તોએ ભારે મનથી 'અગલે બરસ જલ્દી આના' કહી શ્રીજીને વિદાય આપી હતી. 10 દિવસનાં ગણેશોત્સવ દરમિયાન ભક્તોએ ભગવાન ગણેશજીની ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી હતી.

રાજકોટનાં ગોંડલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન

ગોંડલ શહેરમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનાં પંડાલ ઊભા કરીને ગણેશ ઉત્સવ (Ganeshotsav) ઉજવી વિધ્નહર્તા દુંદાળા દેવ ગણપતિને ભક્તોએ વિદાય આપી હતી. 10 દિવસ સુધી ગણપતિ ઉત્સવ દરમિયાન અનેક જગ્યાએ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે, વહીવટી તંત્ર દ્વારા 250 થી વધુ નાની-મોટી ગણપતિની મૂર્તિનું વિસર્જન (Ganesh Visharan) શહેરનાં વોરાકોટડા ધાબી પાસે રાખવામાં આવ્યું હતું. વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ગોંડલ તાલુકા PI જે.પી. રાવ, કોન્સ્ટેબલ, GRD જવાનો, સહિત 40 જેટલા પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.

મેડિકલ ટીમ, 35 જેટલા ફાયર જવાનો ખડેપગે રહ્યા

ઉપરાંત, બોડી કેમેરા સાથે પણ પોલીસ જવાનો ખડેપગે રહ્યા હતા. સાથે જ મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતનાં ઇમરજન્સી વાહનો પણ સ્ટેન્ડ બાય રખાયા હતા. ગોંડલ નગરપાલિકાનાં ફાયર ઓફિસર સહિત 35 જેટલા ફાયર જવાનો ખડેપગે હતા. વોરા કોટડા ધાબી પાસે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઊભી કરાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, સદસ્ય મનીષભાઈ રૈયાણી, સંજયભાઈ ધીણોજા, સમીરભાઈ કોટડીયા, મનસુખભાઇ સખીયા સહિત નગરપાલિકાના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.

આ પણ વાંચો - Ganesh Visarjan : શ્રી સિદ્ધિ ગ્રૂપનાં આંગણે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો, સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યાં

ડભોઈમાં ગણેશ વિસર્જનમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટયો

વડોદરા (Vadodara) જિલ્લાનાં ડભોઇ શહેર તાલુકામાં 10 દિવસનું આતિથ્ય માણી અનંત ચૌદશનાં દિવસે વાજતે-ગાજતે ઢોલ નગારાનાં ગગનભેદી નારા સાથે ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા (Ganesh Visharan) નગરનાં વિવિધ માર્ગો પર કાઢવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા કુત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. વિસર્જન યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસવડાની સૂચના મુજબ DySP આકાશ પટેલ, PI કે.જે. ઝાલા સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડેપગે હતા.

આ પણ વાંચો - Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

છોટાઉદેપુરમાં પણ શ્રીજીને નમ આંખે વિદાય અપાઈ

ગણેશ વિસર્જન (Ganesh Visharan) નિમિત્તે સમગ્ર છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં 10 દિવસ સુધી ઠેર ઠેર શ્રીજીનાં ભક્તોએ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન ગણેશની આરાધના કરી હતી. જ્યારે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન ગણેશને આજરોજ ભાવભેર અને નમ આંખે વિદાય આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઓરસંગ સહિતની 7 જેટલી નદીઓમાં વિધિવત રીતે વિસર્જન પ્રક્રિયા કરાઈ હતી. જિલ્લા મથકમાં 50 થી 60 જગ્યાઓ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અહેવાલ :

વિશ્વાસ ભોજાણી, ગોંડલ
પિન્ટુ પટેલ, વડોદરા
તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - શહેરમાં ગણેશ વિસર્જનને લઈને Ahmedabad Police એલર્ટ, સલામતી માટે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા

Tags :
ChotaudepurDabhoiGanapati FestivalGanesh MahotsavGanesh VisharanGaneshotsavGondalGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsLord GaneshaRAJKOTVadodara
Next Article