Ganesh Gondal : જયરાજસિંહના વિરોધીઓ પર પ્રહાર, કહ્યું- જેમ રામાયણમાં સુરપંખા હતી, જેનું નાક ઊગી જતું તેમ..!
- ગોંડલ નાગરિક સહકારી બેંકનાં ડિરેક્ટરોની ચૂંટણીમાં BJP પેનલનો વિજય (Ganesh Gondal)
- ગણેશને લડાવવાનું કામ મારું નહોતું : જયરાજસિંહ જાડેજા
- ગણેશ જેલમાં ગયો ત્યારે દાંત કેમ કાઢે છે ? તેવું ચાલ્યું હતું : જયરાજસિંહ
રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ તાલુકામાં બેંક સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ (BJP) પ્રેરિત પેનલનો વિજય સાથે ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે. આ સાથે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) કે જે હાલ જેલમાં છે. તેની જીત સાથે 'સહકાર'માં એન્ટ્રી થઈ છે. બીજી તરફ આ ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) પ્રેરિત પેનલનો કરૂણ રકાસ થયો છે. બીજેપી પેનલનો વિજય થતાં ગોંડલ ખાતે વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયરાજ સિંહ સંબોધન આપ્યું હતું.
Gondal નાગરિક બેંકની ચૂંટણીમાં Ganesh Gondalની ભવ્ય જીત | Gujarat First#Gondal #BJPVictory #GaneshGondalWins #CongressDefeat #CelebrationMode #FireworksAndDrums #Gfcard #Gujaratfirst pic.twitter.com/8OMCo1YVfu
— Gujarat First (@GujaratFirst) September 16, 2024
ગણેશને લડાવવાનું કામ મારું નહોતું : જયરાજસિંહ જાડેજા
ગોંડલમાં સહકારી બેંકનાં ડિરેક્ટર પદોની ચૂંટણીમાં (Gondal Nagrik Sahakari Bank) ભાજપ પેનલનો વિજય થતાં ગોંડલનાં અયોધ્યા ચોક ખાતે વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja), રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholaria), અશોક પીપળિયા સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, જયરાજ સિંહ જાડેજાએ કહ્યું હતું કે, આગેવાનોએ કહ્યું કે આ ચૂંટણીમાં ગણેશને લડાવવાનો છે. જ્યારે યતિષને કોણ જાણે ગણેશનું નામ આવવાથી પેટમાં દુ:ખાવો ઊપડ્યો હતો. ગણેશને લડાવવાનું કામ મારું નહોતું, ગણેશને લડાવવાનું કામ અહીંની પ્રજાએ નક્કી કર્યું હતું.
આ પણ વાંચો - PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી
Gondal નાગરિક બેંકની ચૂંટણીમાં Ganesh Gondalની ભવ્ય જીત | Gujarat First#Gondal #BJPVictory #GaneshGondalWins #Congress #CelebrationMode #FireworksAndDrums #Gfcard #Gujaratfirst pic.twitter.com/s0zxX1Kg0f
— Gujarat First (@GujaratFirst) September 16, 2024
'ગણેશ જેલમાં ગયો ત્યારે દાંત કેમ કાઢે છે ? તેવું મીડિયામાં ચાલ્યું'
જયરાજસિંહ જાડેજાએ આગળ કહ્યું કે, બે દિવસ પૂર્વે યતિષ દેસાઈએ (Yatish Desai) ભોજપારાની સભામાં કહ્યું હતું કે, હું હારી જઈશ તો ચૂંટણી નહિં લડું. પરંતુ, જેમ રામાયણમાં સુરપંખા હતી, જેનું નાક ઊગી જતું હતું તેમ યતિષનું નાક ઊગી નીકળે તો કંઈ નક્કી નહિ. લોકશાહી છે કોઈ પણ ચૂંટણી લડી શકે છે. તેમણે આગળ કહ્યું કે, ગણેશ જેલમાં ગયો ત્યારે દાંત કેમ કાઢે છે ? તેવું મીડિયામાં ચાલ્યું હતું. દાંત નો કાઢવા તેવું કાયદામાં ક્યાંય લખ્યું નથી. ગણેશ જેલમાં જાય અને હંસે તેમાં કંઈ કલમ લાગશે ? જયરાજસિંહે કહ્યું કે, ગણેશ અને ગોંડલને (Ganesh Gondal) કેમ જોડી દેવામાં આવ્યા ? તે મને નથી ખબર. મારે તે બાબતે ખુલાસો પણ કરવાનો ના હોય. કારણ કે ખુલાસો તો ગોંડલની જનતાએ મતદાન કરીને આપી દીધો છે. તેમણે કહ્યું કે, નાગરિક બેંકનું નવું બિલ્ડિંગ બનાવવા સહિતનાં કામકાજ કરવામાં આવશે. વિજયસભામાં ગોંડલ APMC ના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ યતિષ દેસાઈને આડે હાથ લીધા હતા અને આરોપ લગાવ્યો હતો કે, યતિશ દેસાઈ દ્વારા લોકોને ખોટી રીતે ભરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : વક્ફ બોર્ડ માત્ર ભારતમાં જ, કોંગ્રેસે આપ્યા હતા અધિકાર : રાજા ભૈયા
સહકારી બેંકનાં ડિરેક્ટર પદોની ચૂંટણીમાં BJP પેનલનો વિજય
ગોંડલમાં સહકારી બેંકનાં ડિરેક્ટર પદોની ચૂંટણીમાં ભાજપ (BJP) પ્રેરિત પેનલનાં તમામ 11 ઉમેદવારોની જીત થઈ છે. જેલમાં બંધ જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિતનાં ઉમેદવારો ચૂંટાયા છે. જ્યારે, કોંગ્રેસ (Congress) પ્રેરિત પેનલનાં યતિષ દેસાઈ સહિતનાં તમામ ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં જેલમાં બંધ હોવા છતાં કોઈ ઉમેદવારે ચૂંટણી લડી જીત મેળવી હોઈ તેવો પ્રથમ દાખલો છે. ચર્ચા થઈ રહી છે કે, સહકારી ક્ષેત્રમાં ગણેશ જાડેજાને (Ganesh Gondal) લોન્ચ કરવાનો પ્લાન સફળ રહ્યો. જણાવી દઈએ કે, ચૂંટણી પૂર્વે દલિત યુવકનું અપહરણ અને માર મારવા સહિત એટ્રોસિટીનાં કેસમાં ગણેશ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ થતાં હાલ તે જેલ હવાલે છે.
આ પણ વાંચો - Ahmedabad : છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી... : PM મોદી