Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinahgar : IPS અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ, અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી!

IPS ઓફિસર વિરુદ્ધ અમદાવાદની મહિલાએ કરી દુષ્કર્મની ફરિયાદ પરિણીત હોવા છતાં ખોટું બોલી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ લગ્ન કરવાની લાલચ આપી શારિરીક શોષણ કર્યું હોવાનો મહિલાનો આરોપ મહિલાએ CMO અને ગૃહમંત્રાલયમાં કરી રજૂઆત ગાંધીનગરમાં (Gandhinahgar) ફરજ બજાવતા ગુજરાત કેડરનાં...
10:20 PM Sep 20, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. IPS ઓફિસર વિરુદ્ધ અમદાવાદની મહિલાએ કરી દુષ્કર્મની ફરિયાદ
  2. પરિણીત હોવા છતાં ખોટું બોલી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ
  3. લગ્ન કરવાની લાલચ આપી શારિરીક શોષણ કર્યું હોવાનો મહિલાનો આરોપ
  4. મહિલાએ CMO અને ગૃહમંત્રાલયમાં કરી રજૂઆત

ગાંધીનગરમાં (Gandhinahgar) ફરજ બજાવતા ગુજરાત કેડરનાં વર્ષ 2014 ની બેચનાં IPS ઓફિસર (IPS officer) વિરુદ્ધ અમદાવાદની એક મહિલાએ ગંભીર આરોપો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદમાં આરોપ મુજબ, IPS ઓફિસર પરિણીત હોવા છતાં અપરિણીત હોવાનું કહીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને શારિરીક શોષણ કર્યું હતું. જો કે, પીડિત મહિલાને IPS ઓફિસરની સાચી હકીકત માલૂમ પડતા સંબંધ તોડ્યો હતો અને અન્ય શખ્સ સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં IPS ઓફિસર દ્વારા મહિલાને હેરાન-પરેશાન કરવામાં આવતા આખરે કંટાડીને પીડિત મહિલા અને તેના પતિએ CMO અને ગૃહમંત્રાલયમાં રૂબરૂ મળી ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો - Kutch : જખૌ નજીક નિર્જન ટાપુ પર BSF એ 12.40 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો, જાણો કિંમત!

અપરિણીત હોવાનું કહી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ

પીડિત મહિલા દ્વારા નોંધાવેલી પોલીસ (Gandhinahgar) ફરિયાદ મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) અને વર્ષ 2014ની બેંચનાં IPS ધર્મેન્દ્ર શર્મા જ્યારે અમદાવાદમાં (Ahmedabad) ઝોન-2માં DCP તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક મહિલા કારંજ પોલીસ સ્ટેશનમાં કોઈ બાબતે ફરિયાદ નોંધાવવા આવી હતી. ત્યાર બાદ કેસનાં કામકાજ દરમિયાન IPS ધર્મેન્દ્ર શર્મા અને મહિલા વચ્ચે મોબાઇલ થકી વાતચીત શરૂ થઈ હતી. IPS ધર્મેન્દ્ર શર્માએ (IPS Dharmendra Sharma) મહિલાને પોતે અપરિણીત હોવાનું કહી લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાન, ધર્મેન્દ્ર શર્માએ મહિલાને એલિસબ્રિજ છડાવાડ ખાતે આવેલી IPS ક્વાર્ટરમાં બોલાવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દીકરાનો ફોટો મૂકતા ભાંડો ફૂટ્યો

મહિલાનાં આરોપ મુજબ, થોડા સમય બાદ IPS ધર્મેન્દ્ર શર્માનું ટ્રાન્સફર છોટા ઉદેપુરમાં (Chhota Udepur) SP તરીકે થયું હતું. ત્યારે ધર્મેન્દ્ર શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના દીકરાનો ફોટો શેર કર્યો હતો. જે પીડિત મહિલા જોઈ ગઈ હતી. આથી, તેણીને જાણ થઈ કે IPS ધર્મેન્દ્ર શર્મા (IPS Dharmendra Sharma) પરિણીત છે અને તેણીને ખોટું બોલીને ફસાવી છે. આથી, પીડિત મહિલાએ IPS અધિકારી સાથે સંબંધ તોડી અન્ય શખ્સ સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધી હતી. જો કે, IPS ધર્મેન્દ્ર શર્માની ફરી ગાંધીનગર (Gandhinahgar) ખાતે સ્ટેટ સાઇબર સેલમાં બદલી થતાં ફરી મહિલાનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad : વટવામાં પ્રજાનાં કરોડો રૂપિયા વેડફાઈ ગયા અને મેયરને ખબર જ નથી ? વિપક્ષનો વિરોધ

IPS અધિકારી મહિલાને વારંવાર કોલ અને મેસેજ કરી હેરાન-પરેશાન કરતાં

જો કે, પીડિત મહિલાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ, તેમ છતાં IPS અધિકારી મહિલાને વારંવાર કોલ અને મેસેજ કરી હેરાન-પરેશાન કરી હતી. આથી, મહિલાએ સમગ્ર વાત પતિને કરી હતી. ત્યાર બાદ પીડિત મહિલા અને તેના પતિ CMO અને ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારે બંનેને આ બાબતે કાર્યવાહીનું આશ્વાશન આપવામાં આવ્યું હતું. જો કે, લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થતા IPS દ્વારા દુષ્કર્મ કરવાનો મામલો વિવિધ મીડિયા માધ્યમો સુધી પહોંચે છે.

આ પણ વાંચો - Rain in Gujarat : મેહુલિયો નવરાત્રિ બગાડશે ? યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

Tags :
Chhota UdepurCMOCrime NewsDCP in Zone-2 in AhmedabadGandhinahgarGujarat CadreGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsIPS Dharmendra SharmaIPS OfficerLatest Gujarati NewsMinistry of Home Affairsrape caseUttar Pradesh
Next Article