Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!

રાજ્ય સરકાર કાળા જાદુ વિરોધી નવો કાયદો લાવશે ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં કડક કાયદા સાથે બિલ રજૂ કરશે કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર અનેક બિલ લાવવાની તૈયારીમાં...
gandhinagar   તાંત્રિકો ભુવાઓ પર સકંજો કસવા તૈયારી  કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ
  1. રાજ્ય સરકાર કાળા જાદુ વિરોધી નવો કાયદો લાવશે
  2. ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં કડક કાયદા સાથે બિલ રજૂ કરશે
  3. કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર અનેક બિલ લાવવાની તૈયારીમાં છે. ત્યારે રાજ્ય સરકાર કાળા જાદુ (Black Magic) વિરોધી નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદૂ અટકાવવા તથા તેના નિર્મૂલનનાં નામે વિધેયક સરકાર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું- જરૂર પડશે તો..!

Advertisement

કાળા જાદુ વિરોધી નવો કાયદો લાવવાની તૈયારી

રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે થતી ગુનાહિત પ્રવૃત્તિઓ, કાળા જાદૂ અને અનિષ્ટ પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી છે. માહિતી મુજબ, વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન કાળા જાદુ વિરોધી નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર ચોમાસું સત્ર (Gandhinagar) દરમિયાન કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ સાથે બિલ ( Black Magic Bill) ગૃહમાં રજૂ કરશે. સૂત્રો મુજબ, આ નવા ખરડામાં અઘોરી વિદ્યાઓની જાહેરાત નહીં કરવાની જોગવાઈ સામેલ કરાશે. નવા કાયદાથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા તાંત્રિક અને ભુવાઓ પર સકંજો કસાશે.

આ પણ વાંચો - Surat : લિંબાયતમાં સરાજાહેરમાં ગળું કાપી વિદ્યાર્થીની હત્યા કરનારો ઝડપાયો, હત્યાનું કારણ ચોંકાવનારું!

Advertisement

દોષીતને 6 માસથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ

રાજ્ય સરકારનાં નવા બિલમાં દોષીતને 6 માસથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. સાથે જ નવા કાયદામાં રૂ. 50 હજારનાં દંડની પણ જોગવાઈ જશે. નવા વિધેયક હેઠળ બિનજામીન પાત્ર ગુનો લાવવામાં આવશે. ઉપરાંત, પીઆઈ કક્ષાનાં અધિકારી તકેદારી અધિકારી તરીકે રહેશે જે જાહેરખબરોનાં આધારે કાર્યવાહી કરી શકશે. તપાસમાં અવરોધ સામે રૂ. 5 હજાર દંડ તથા 3 માસની સજાની જોગવાઈ રહેશે.

આ પણ વાંચો - Gandhinagar માં 'સાઉથ ફિલ્મ' જેવા દ્રશ્યો! જાહેર માર્ગ પર 200 ની સ્પીડે કાર હંકારી જોખમી સ્ટંટ કર્યાં, થયા આવા હાલ

Tags :
Advertisement

.