Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : એક્શન મોડમાં રાજ્ય સરકાર! વધુ એક અધિકારીને આપી ફરજિયાત નિવૃત્તિ

એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા સસ્પેન્શન હેઠળ રહેલા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે.
gandhinagar   એક્શન મોડમાં રાજ્ય સરકાર  વધુ એક અધિકારીને આપી ફરજિયાત નિવૃત્તિ
  1. રાજ્ય સરકારે વધુ એક અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપી (Gandhinagar)
  2. મહેસૂલ વિભાગનાં સુપ્રિટેન્ડન્ટ લેંડ રેકોર્ડના વર્ગ 1 નાં અધિકારીને ફરજિયાત નિવૃત્તિ
  3. સસ્પેન્શન હેઠળ રહેલા અધિકારીઓને અપાઈ રહી છે ફરજિયાત નિવૃત્તિ!
  4. વિભાગ હસ્તક ચાલતી તપાસ યથાવત રહેશે

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્શન હેઠળ રહેલા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, વધુ એક અધિકારીને રાજ્ય સરકારે (Gujarat Government) ફરજિયાત નિવૃત્તિ આપી છે. માહિતી અનુસાર, મહેસૂલ વિભાગ હસ્તકનાં સુપ્રિટેન્ડન્ટ લેંડ રેકોર્ડનાં વર્ગ 1 ના અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત

Advertisement

સસ્પેન્શન હેઠળ રહેલા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ!

રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારે વધુ એક સરકારી અધિકારીને ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) આપી છે. મહેસૂલ વિભાગ (Revenue Department) હસ્તકનાં સુપ્રિટેન્ડન્ટ લેંડ રેકોર્ડનાં વર્ગ 1 ના અધિકારી કે.પી. ગામિતને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા સસ્પેન્શન હેઠળ રહેલા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Banaskantha : Gujarat First સાથેની ખાસ વાતચીતમાં પરબત પટેલે કહ્યું- માવજીભાઈ ન હોત તો અમે..!

Advertisement

ગઈકાલે SSNNL નાં અધિકારીને કરાયા હતા ફરજિયાત નિવૃત્ત

માહિતી અનુસાર, વિભાગ હસ્તક ચાલતી તપાસ યથાવત રહેશે. જણાવી દઈએ કે, ગઈકાલે પણ સરકાર (Gandhinagar) દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનાં (SSNNL) અધિકારી અશ્વિનકુમાર પરમારને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા. અશ્વિનકુમાર પરમાર (Ashwin Kumar Parmar) કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ પર હતા. જો કે, અધિકારીની નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે. રાજ્ય સરકાર 21 થી 23 નવેમ્બર દરમિયાન સોમનાથ (Somnath) ખાતે ચિંતન શિબિરનું આયોજન કરી શકે છે.

આ પણ વાંચો - Jamnagar : જામ સાહેબની તબિયત નાદુરસ્ત, શુભચિંતકોને પાઠવ્યો આ ખાસ સંદેશ

Tags :
Advertisement

.