ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર! શિક્ષણ વિભાગે કરી ખાસ જાહેરાત

શિક્ષણ વિભાગે કરી શિક્ષકોની ભરતીની જાહેરાત (Gandhinagar) માધ્યમિક શાળાઓ માટે 3517 શિક્ષકોની થશે ભરતી સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે ગ્રાન્ટેડ શાળાઓમાં 2317 શિક્ષકોની ભરતી કરાશે Gandhinagar : રાજ્યનાં શિક્ષણ વિભાગે (Education Department) એક મહત્ત્વની જાહેરાત કરી છે. વિભાગે...
09:09 AM Oct 10, 2024 IST | Vipul Sen
  1. શિક્ષણ વિભાગે કરી શિક્ષકોની ભરતીની જાહેરાત (Gandhinagar)
  2. માધ્યમિક શાળાઓ માટે 3517 શિક્ષકોની થશે ભરતી
  3. સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે
  4. ગ્રાન્ટેડ શાળાઓમાં 2317 શિક્ષકોની ભરતી કરાશે

Gandhinagar : રાજ્યનાં શિક્ષણ વિભાગે (Education Department) એક મહત્ત્વની જાહેરાત કરી છે. વિભાગે શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરી છે. જે હેઠળ માધ્યમિક શાળાઓ માટે કુલ જગ્યા 3517, સરકારી શાળાની (Government Schools) જગ્યા 1200 અને ગ્રાન્ટેડ શાળાની (Granted Schools) જગ્યા 2317 પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2024 નાં રાતે 23.59 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

આ પણ વાંચો - Weather: તૈયાર રહેજો..ફરી આવી રહ્યા છે મેઘરાજા

શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગની જાહેરાત

શિક્ષક ભરતીની (Government Job) રાહ જોનારા ઉમેદવારો માટે એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યનાં શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની (Teaching Assistant) જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, માધ્યમિક શાળાઓ (Secondary Schools) માટે 3517 શિક્ષકો, સરકારી શાળામાં 1200 શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાઓમાં 2317 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સરકારી શાળાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમ માટે 1196, અંગ્રેજી માધ્યમ માટે 4 આમ કુલ 1200 જગ્યાઓ પર ભરતી કરાશે.

આ પણ વાંચો - Gujarat-વિકાસ સપ્તાહ, વિકાસ ગાથા-જ્યોતિ ગ્રામ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

જ્યારે બીજી તરફ ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે 2258, અંગ્રેજી માધ્યમમાં 56, હિન્દી માધ્યમ માટે 3 આમ કુલ 2317 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 નાં રાતે 23.59 સુધી ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો - Gujarat- વિકસિત નિર્માણનો યશ વહિવટી તંત્રને અને કર્મયોગીઓને

Tags :
Dr. Kuber DindorGovernment Jobgovernment schoolsGovernment Vacancy Updatesgranted schoolsGujarat Education DepartmentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati MediumGujarati NewsjobLatest Gujarati NewsRecruitment of Teaching AssistantSecondary SchoolsTeaching Assistant
Next Article