Gandhinagar : સચિવાલયનાં ક્લાસ-2 અધિકારીની 'ગંદી બાત' વાઇરલ! સો. મીડિયા પર યુવતીઓનું કરતો હતો શોષણ!
- Gandhinagar સચિવાલયનાં અધિકારીની 'ગંદી વાત'!
- યુવતી સાથે બીભત્સ ભાષામાં કરેલી વાતચીતનાં મેસેજ વાઇરલ થતાં ખળભળાટ
- સો. મીડિયા પર યુવતીઓને ટાર્ગેટ કરી ક્લાસ-2 અધિકારી કરતો હતો ગંદી માંગણીઓ!
ગાંધીનગર (Gandhinagar) સચિવાલયમાં બેસીને સરકારી કામ કરવાને બદલે એક નિર્લજ અધિકારીએ પોતાના પદની પણ ગરીમા ન રાખીને એવું કૃત્ય કર્યું છે, જેને ચકચારી મચાવી દીધી છે. આ ક્લાસ-2 નાં અધિકારીએ સોશિયલ મીડિયા પર પોતે સચિવાલયનો મોટો અધિકારી હોવાનું અને મોટિવેશનલ સ્પીકર અને કારકિર્દી માર્ગદર્શક તરીકેની ઓખળ આપી કેટલી યુવતીઓને ફસાવી હતી અને તેમની સાથે ગંદી વાતો કરી હતી. અધિકારીના મેસેજો હવે વાઇરલ થયા છે જેમાં કેટલાક મેસેજો એટલી હદે ગંદા છે કે બતાવી પણ ના શકાય.
ક્લાસ-2 અધિકારીની સો. મીડિયા ચેટ વાઇરલ થઈ
જણાવી દઈએ કે, ગાંધીનગર (Gandhinagar) સચિવાલયનાં એક અધિકારીની અન્ય યુવતી સાથેની ચેટ હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાઇરલ થઈ રહી છે. આ વાઇરલ ચેટમાં ક્લાસ-2 અધિકારીની માનસિક વિકૃતિનું પ્રદર્શન થઈ રહ્યું છે. બીભત્સ ભાષામાં યુવતીને ગંદા મેસેજ કરનારા આ અધિકારીનો ભાંડો ફૂટી જતાં સરકારી તંત્ર અને સચિવાલયમાં ખળભળાટ મચી ગયો છે. આ અધિકારીની સાચી ઓળખ હાલ સામે આવી નથી. પરંતુ, સોશિયલ મીડિયા એપ ટ્રૂકોલરમાં તેની ઓળખ કુણાલ ગઢવી તરીકે થઈ છે.
આ પણ વાંચો - Khyati Hospital માં 'મોતનાં ખેલ' મામલે મોટા સમાચાર! હોસ્પિટલ સામે સરકાર બનશે ફરિયાદી!
સરકારી કામ કરવાને બદલે અધિકારી માત્ર સોશિયલ મીડિયા પર રહેતો હતો વ્યસ્ત!
પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ આ ચેટનો ખુલાસો સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) થયો છે. સચિવાલયમાં સરકારી કામ કરવાને બદલે અધિકારી દિવસ-રાત માત્ર સોશિયલ મીડિયાની વિવિધ એપ્સ જેમ કે ફેસબૂક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) પર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. આ અધિકારી સામે અગાઉ પણ કેટલીક મહિલા કર્મચારી-અધિકારીઓએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કર્યાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો - Lili Parikrama માં ભાવીકોનું ઘોડાપુર, 9 લોકોનાં Heart Attack થી મોત, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપી આ સલાહ!
અધિકારીએ ફોનથી અનૈતિક ઓફર કર્યાનાં મેસેજોનાં સ્ક્રીન શોટ વાઇરલ
જો કે, હવે નરાધમ સરકારી અધિકારીની પોલ ખુલી છે. અધિકારીએ ફોનથી અનૈતિક ઓફર કર્યાનાં મેસેજોનાં સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ત્રણ મોબાઈલ સ્ક્રીન શોટ્સમાં યુવતીઓને ગંદી ગાળો પણ લખી છે. એક ચેટમાં તો મહિલા દ્વારા વિરોધ કરવા છતાં અધિકારી અટક્યો નહોતો. સાહિત્યકારોમાં જાણીતા અને નામચિન અધિકારીની નિમ્ન કક્ષાની હરકતો એ ખળભળાટ મચવા દીધો છે.
આ પણ વાંચો - Vav By-Election : માવજી પટેલ અને ગેનીબેન ઠાકોરની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?