Gandhinagar: પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સ્પેશ્યલ ડ્રાઈવ, 3 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા
- ફરાર આરોપીઓ સામે ગાંધીનગર પોલીસની ડ્રાઈવ
- પ્રોહિબિશનના કેસમાં બબલુ સદરા નામનો આરોપી હતો ફરાર
- ઈન્ફોસિટી મથકના ઠગાઈ કેસમાં 5 વર્ષથી ફરાર મિલનરાજની ધરપકડ
- માણસા મથકના ઠગાઈ કેસમાં 3 વર્ષથી ફરાર ભાર્ગવ પટેલની ધરપકડ
ગાંધીનગર રેન્જ આઈજીની સૂચનાથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓને જેલ હવાલે કર્યા હતા.
24 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો હતો
ગાંધીનગર એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં છેલ્લા 24 વર્ષથી પ્રોહિબિશનના કેસમાં ફરાર બબલુદાસ સદરાને એલસીબીએ ઝડપી પાડ્યો હતો.
ત્રણેય આરોપીઓને જેલ ભેગા કર્યા
જ્યારે ઠગાઈના બે અલગ અલગ કેસમાં બે ફરાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ઈન્ફોસિટી પોલીસ મથકના કેસમાં પાંચ વર્ષથી ફરાર મિલનરાજ ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે માણસા પોલીસ મથકમાં નોંધાયેલ ઠગાઈના કેસમાં ત્રણ વર્ષથી ફરાર ભાર્ગવ પટેલની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
આરોપીને અડાલજ પોલીસ મથકે સોંપ્યો
ગાંધીનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ માટે યોજવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. આરોપી બબલુદાસ સદરા મહારાષ્ટ્ર ખાતે રહેતો હોઈ તેને પોલીસ દ્વારા મહારાષ્ટ્રથી ઝડપી પાડી અડાલજ પોલીસ મથકે ઝડપી પાડી અડાલજ પોલીસ મથકે સોંપ્યો હતો.
આ પણ વાંચોઃ Junagadh : કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત