Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : દેહગામની ગોઝારી ઘટનાને લઈ PM મોદી, CR પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું, સો. મીડિયા પોસ્ટમાં કહી આ વાત

મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબી જવાની ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ CR પાટીલે પણ પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું 10 પૈકી 8 યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા છે, બેની શોધખોળ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અમિત શાહે...
gandhinagar   દેહગામની ગોઝારી ઘટનાને લઈ pm મોદી  cr પાટીલે દુ ખ વ્યક્ત કર્યું  સો  મીડિયા પોસ્ટમાં કહી આ વાત
  1. મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબી જવાની ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
  2. CR પાટીલે પણ પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
  3. 10 પૈકી 8 યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા છે, બેની શોધખોળ
  4. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી હતી પોસ્ટ

Gandhinagar : દહેગામ તાલુકાનાં વાસણા સોગઠી ગામમાં (Vasana Soghathi village) ગઈકાલે એક ગોઝારી ઘટના બની હતી. મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા એક સાથે 10 યુવાનો ડૂબ્યા હતા. આ 10 પૈકી 8 યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 2 ની હાલ પણ શોધખોળ કરાઈ રહી છે. આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. (CR Patil) પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું છે.

Advertisement

PM મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

ગાંધીનગરનાં (Gandhinagar) દહેગામની (Dehgam) હચમચાવતી ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા થકી દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી વડાપ્રધાને લખ્યું કે, 'ગુજરાતનાં દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિનાં સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના…ૐ શાંતિ….॥

Advertisement

આ પણ વાંચો - Gandhinagar: વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ડૂબવાથી 8 યુવાનોના મોત,અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

Advertisement

કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ કરી પોસ્ટ

આ સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) પોસ્ટ કરી લખ્યું કે, 'ગુજરાતનાં દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાની ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યો છે એમની દિવંગત આત્માને પ્રભુ શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. ઇશ્વર એમનાં પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે! મારી સંવેદનાઓ સૌ પરિવારજનો સાથે છે !! ઓમ શાંતિ'

આ પણ વાંચો - Patan: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી હતી પોસ્ટ

ઉપરાંત, ગઈકાલે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. જણાવી દઈએ કે, દહેગામ તાલુકાનાં વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા 10 યુવાનો ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર ફાયર બ્રિગેડ, સ્થાનિક તંત્રની વિવિધ ટીમોએ નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. માહિતી મુજબ, અત્યાર સુધી 8 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બેની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો - Rajkot : લ્યો બોલો..જેલમાં રહીને ગણેશ ગોંડલ ચૂંટણી લડશે! આવતીકાલે થશે મતદાન

Tags :
Advertisement

.