ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : રવિવારે રજાનાં દિવસે CM એ બોલાવી કેબિનેટની બેઠક, નવાજૂની થવાના એંધાણ

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Gandhinagar) તમામ મંત્રીઓ અને અધિકારીઓને હાજર રહેવા સૂચના રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવતાં અનેક તર્ક-વિતર્ક 'Modi CM to PM 23 Years' નિમિત્તે વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM...
08:27 AM Oct 06, 2024 IST | Vipul Sen
  1. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Gandhinagar)
  2. તમામ મંત્રીઓ અને અધિકારીઓને હાજર રહેવા સૂચના
  3. રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવતાં અનેક તર્ક-વિતર્ક
  4. 'Modi CM to PM 23 Years' નિમિત્તે વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની મહત્ત્વની કેબિનેટ બેઠક મળશે. જો કે, આ બેઠકને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. કારણ કે, રવિવારનાં દિવસે રજા હોવા છતાં મુખ્યમંત્રી દ્વારા તમામ મંત્રીઓ અને અધિકારીઓને કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) હાજર રહેવા માટેની સૂચના અપાઈ છે. આથી, કોઈ નવા-જૂની થવાનાં એંધાણ હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો -Rajkot હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રવિવારનાં દિવસે કેબિનેટ બેઠક બોલાવતાં અનેક તર્ક-વિતર્ક

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રવિવારે રજાનો દિવસ હોવા છતાં કેબિનેટ (Cabinet Meeting) બોલાવી તમામ મંત્રીઓ અને અધિકારીઓને હાજર રહેવા મુખ્યમંત્રી દ્વારા આદેશ અપાતા અનેક રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 7 ઓક્ટોબરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જાહેર વહિવટીય ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો -Navratri 2024: સ્વામિનારાયણના સ્વામીના બફાટનો ચોતરફ વિરોધ, અનેક લોકો આ નિવેદનને વખોડ્યું

'Modi CM to PM 23 Years' નિમિત્તે વિવિધ કાર્યક્રમ

આથી, 6 ઓક્ટોબરને રવિવારે કેબિનેટની બેઠક (Gandhinagar) બોલાવાઈ છે, જેમાં 'Modi CM to PM 23 years' નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોની તૈયારીને લઈ મંત્રીઓ અને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવશે. સાથે જ કર્મચારીઓનાં પડતર પ્રશ્નો અંગે પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્યણ પણ લેવાઈ શકે છે.

આ પણ વાંચો - Ahmedabad : 2 મહિનામાં ત્રણ પતિએ પત્નીની હત્યા કરી, ત્રણેય ઘટનામાં સામે ચાલી પોલીસને સરેન્ડર થયા

Tags :
Cabinet-meetingCM Bhupendra PatelGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsModi CM to PM 23 Yearspm narendra modiPublic Administration Sector
Next Article