ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : મોડી રાતે 'નેશનલ લો યુનિવર્સિટી' ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી!

નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ગઈકાલે મોડી રાત્રે મેઇલ મારફતે ધમકી મળી ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડે તપાસ કરી જો કે, તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું ગાંધીનગરની (Gandhinagar) નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી...
12:49 PM Oct 14, 2024 IST | Vipul Sen
  1. નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
  2. ગઈકાલે મોડી રાત્રે મેઇલ મારફતે ધમકી મળી
  3. ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડે તપાસ કરી
  4. જો કે, તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું

ગાંધીનગરની (Gandhinagar) નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે મોડી રાત્રે એક ઇ-મેઇલ મારફતે આ ધમકી આપવામાં આવી છે. ઇ-મેઇલની માહિતી મળતા મોડી રાત્રે જ ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની (Bomb Disposal Squad) ટીમ યુનિવર્સિટી પહોંચી હતી અને તપાસ આદરી હતી. જો કે, અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ મળ્યુ નથી. ધમકીભર્યો ઇ-મેઇલ કોણે કર્યો ? તે અંગેની પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો - Ahemdabad : શાળા સંચાલકે Gujarat First નાં રિપોર્ટરને આપી ધમકી! કહ્યું- તમારી તાકાત હોય તો..!

નેશનલ લો યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકી!

માહિતી મુજબ, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલી નેશનલ લો યુનિવર્સિટીને ગઈકાલે મોડી રાતે એક ધમકીભર્યો ઇ-મેઇલ આવ્યો હતો. આ ઇ-મેઇલમાં નેશનલ લો યુનિવર્સિટીને (National Law University) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક ગાંધીનગર પોલીસને (Gandhinagar Police) જાણ કરવામાં આવી હતી. આથી, મોડી રાતે જ ગાંધીનગર પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી.

આ પણ વાંચો - Ahemdabad : મણિનગરની શાળાનાં સંચાલકોએ 200 વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો!

પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની તપાસમાં કોઈ શંકાસ્પદ ન મળ્યું

જો કે, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોર્ડની તપાસમાં યુનિવર્સિટીમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ ધમકીભર્યો ઇ-મેઇલ (Threatening E-mail) ક્યાંથી આવ્યો ? અને કોણે કર્યો ? કયાં હેતુંથી કર્યો ? તે અંગે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જો કે, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો ઇ-મેઇલ આવતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓ યુનિ.ની બહાર કેમ્પસમાં ભેગા થયા હતા.

આ પણ વાંચો - Banaskantha : લવ જેહાદનો ચકચારી કિસ્સો! ગરબે રમવા ગયેલી 1 બાળકની માતાને વિધર્મી ભગાડી ગયો

Tags :
Bomb Disposal SquadGandhinagarGandhinagar PoliceGNLUGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsNational Law UniversityThreatening E-mail
Next Article