Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: મહુડી રોડ પર મર્સિડીઝ કારે 4 લોકોને લીધી અડફેટે,બેના મોત

ગાંધીનગરથી મહુડી હાઇવે પર સર્જાયો અકસ્માત મર્સિડીઝ કારે ચાર લોકોને લીધા અડફેટે,બે મોત કાર ચાલક નશો કરી ડ્રાઇવિંગ કરતો હતો Gandhinagar:ગાંધીનગર (Gandhinagar) થી મહુડી રોડ (Mahudi Road) પર હીટ એન્ડ રન (Heat and run) ની ઘટના સામે આવી છે,જેમાં...
gandhinagar  મહુડી રોડ પર મર્સિડીઝ કારે 4 લોકોને લીધી અડફેટે બેના મોત
  • ગાંધીનગરથી મહુડી હાઇવે પર સર્જાયો અકસ્માત
  • મર્સિડીઝ કારે ચાર લોકોને લીધા અડફેટે,બે મોત
  • કાર ચાલક નશો કરી ડ્રાઇવિંગ કરતો હતો

Gandhinagar:ગાંધીનગર (Gandhinagar) થી મહુડી રોડ (Mahudi Road) પર હીટ એન્ડ રન (Heat and run) ની ઘટના સામે આવી છે,જેમાં મહુડીના પીપળજ ગામ પાસે ફુલ સ્પીડે આવી રહેલી મર્સિડીસ કાર (Mercedes car) ના ચાલકે રોડ પર રાહદારી તેમજ બાઈક ચાલકને ઉડાવી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા,સ્થાનિકો કાર ચાલકને ઝડપે તે પહેલા જ તે ત્યાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે (Police) ઘટના સ્થળે પહોંચી હાથધરી કાર્યવાહી.

Advertisement

બે વ્યકિતના મોત

પેથાપુરના મહુડી રોડ પર મર્સિડીઝ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા છે.મળતી માહિતી અનુસાર કાર ચાલક નશાની હાલતમાં હોવાની માહિતી મળી રહી છે. કાર ચાલકે એટલા ધડાકાભેર વાહનોને અથડ્યા કે, એક કાર તો રસ્તાની બાજુમાં જતી રહી છે. જ્યારે બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો અને અકસ્માતને ભેટેલા લોકોને સારવાર મળે તે પહેલા જ બે લોકો મોતને ભેટયા હતા,પોલીસે હાલ આસપાસના સીસીટીવીની પણ તપાસ હાથધરી છે અને કારના નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથધરી છે.

આ પણ  વાંચો -Surat :સૌથી વધુ સાયબર ક્રાઈમનો ભોગ ભણેલા લોકો બને છે:Harsh Sanghvi

Advertisement

સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાંધીનગર (Gandhinagar) ના રસ્તા પહોળા છે,કાર એટલી સ્પીડમાં હતી કે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની,કારની એરબેગ પણ ખુલી ગઈ છે અને કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે,ગુજરાતમાં આવા નબીરાઓ લોકોના જીવની પરવાહ કર્યા વિના કાર હંકારતા હોય છે જેના કારણે લોકોના જીવ જાય છે.આવા લોકોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે.આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,કાર ધડાકભેર અથડાઈ જેના કારણે ઘટના સ્થળે જ બે લોકો મોતને ભેટયા.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે.

આ પણ  વાંચો -Ahmedabad: મોબાઈ દુકાનદાર સાથે પરણિત મહિલાને મિત્રતા કરવી ભારે પડી

Advertisement

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Tags :
Advertisement

.