Gandhinagar : BJP નાં ધારાસભ્ય સામે આખરે નોંધાયો ગુનો, HC નાં આદેશ બાદ મોટી કાર્યવાહી!
- પ્રાંતિજના ભાજપના MLA ગજેન્દ્ર પરમાર અંગે મોટા સમાચાર
- ધારાસભ્ય સામે આખરે દાખલ થઈ પોલીસ ફરિયાદ
- ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાયો ગુનો
- ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના આરોપ
ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાંથી એક મોટા સમાચાર આવ્યા છે. ભાજપનાં ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાક-ધમકીનાં ગંભીર આરોપો સાથે ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. હાઈકોર્ટનાં આદેશ બાદ ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) BJP MLA વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા અંગે મોટા સમાચાર, ગઈકાલે ધરપકડ, આજે જામીન!
પ્રાંતિજ ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારને લઈને સૌથી મોટા સમાચાર
ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે આખરે ફરિયાદ દાખલ થઈ#Gujarat #BigBreaking #Pratinj #BJP #MLA #GajendraParmar #Gandhinagar #Crime #GujaratFirst pic.twitter.com/r0xXy2QmTX— Gujarat First (@GujaratFirst) October 19, 2024
MLA ગજેન્દ્ર પરમાર સામે આખરે દાખલ થઈ ફરિયાદ
ભાજપના (BJP) વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે. માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાનાં પ્રાંતિજ (Prantij) તાલુકાનાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર (MLA Gajendra Parmar) સામે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટનાં આદેશ બાદ ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે. ભાજપનાં ધારાસભ્ય સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકી સહિતનાં ગંભીર આક્ષેપો સાથે આ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો - Dwarka : માનસિક રીતે અસ્થિર યુવતીને સાવકા ભત્રીજાએ બીભત્સ ફોટા બતાવ્યા અને પછી..!
દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના ફરિયાદમાં આરોપ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગુરૂવારે હાથ ધરાયેલી સુનાવરણીમાં હાઈકોર્ટે (Gujarat High Court) સરકારને વેધક સવાલ કર્યા હતા. સાથે જ કોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ત્યારે દુષ્કર્મના આરોપો મામલે ફરિયાદ નોંધવા એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટમાં બાહેધરી આપી હતી. કોર્ટનાં આદેશ બાદ આજે ગાંધીનગર પોલીસે MLA ગજેન્દ્ર પરમાર (MLA Gajendra Parmar) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો - Rain in Gujarat : અમદાવાદમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો આગાહી વિશે