ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : 'ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે', જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી મામલે ઘમાસાણ!

ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પર ચર્ચા સમયે કોંગ્રેસના પ્રહાર ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે : કોંગ્રેસ જાતિઓ વચ્ચેની સામાજિક અસમાનતા સમજવી જરૂરી છે : અમિત ચાવડા કોંગ્રેસનાં શાસનમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિચાર ન આવ્યોઃ ઋષિકેશ પટેલ Gandhinagar...
09:25 PM Aug 23, 2024 IST | Vipul Sen
  1. ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પર ચર્ચા સમયે કોંગ્રેસના પ્રહાર
  2. ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે : કોંગ્રેસ
  3. જાતિઓ વચ્ચેની સામાજિક અસમાનતા સમજવી જરૂરી છે : અમિત ચાવડા
  4. કોંગ્રેસનાં શાસનમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિચાર ન આવ્યોઃ ઋષિકેશ પટેલ

Gandhinagar : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આજે પૂર્ણ થયું છે. આ સાથે વિધાનસભા ગૃહ અનિશ્ચિત કાળ સુધી મુલતવી રહેશે. જો કે, છેલ્લા દિવસે વિવિધ મુદ્દાઓ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર વાદ-વિવાદ જોવા મળ્યો હતો. કોંગ્રેસ (Congress) પાર્ટીનાં નેતાઓએ વિવિધ વિષયો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક (Private Universities Amendment Bill) પર ચર્ચા સમયે પણ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે : કોંગ્રેસ

કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) અને અમિત ચાવડાએ (Amit Chavda) ગૃહમાં આરોપ લગાવતા કહ્યું કે, સરકાર ખાનગી યુનિવર્સિટીનાં વેચાણનો પરવાનો આપવા માંગે છે. આ સુધારા વિધેયક બાદ યુનિવર્સિટીનું નામ, સરનામું અને વહીવટકર્તા બારોબાર બદલી શકાશે, જેમ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું ખરીદ-વેચાણ થાય છે તેમ હવે યુનિવર્સિટીનું પણ વેચાણ થશે. કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે. પાટણની M.K. યુનિવર્સિટીનું તેનું ઉદાહરણ છે. કાર્યવાહીની વાત તો દૂર સરકારને આ બાબતની ખબર પણ નથી. કિરીટ પટેલ અને અમિત ચાવડાએ કહ્યું કે, સરકારે ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલતી લાલિયાવાડીને અટકાવવા વિધેયક લાવવાની જરૂર છે.

ખોટા પુરાવાઓ સાથે યુનિવર્સિટી ઊભી કરવામાં આવીઃ કિરીટ પટેલ

જણાવી દઈએ કે, વિધાનસભા ગૃહમાં (Gandhinagar) બિલ પસાર થતાની સાથે જ ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) ખાનગી યુનિ.ની સ્થિતિ દર્શાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. પાટણનાં (Patan) હનુમાનપુરા વિસ્તારની MK યુનિવર્સિટીનો (MK University) એક વીડિયો જાહેર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ખોટા પુરાવાઓ સાથે MK યુનિ. એ માન્યતા મેળવી છે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યા કે, સંચાલક મંડળનાં સભ્યો બોગસ ડિગ્રી મામલે જેલમાં છે. આ સાથે તેમણે રાજ્ય સરકારને અંધારામાં રાખી હોવાનાં ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. આ કેસમાં તપાસ થાય તેવી માગ કિરીટ પટેલે કરી હતી.

આ પણ વાંચો - Junagadh : મારામારીનાં કેસમાં સસ્પેન્ડેડ PI અને કોન્સ્ટેબલ ભાગેડુ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો ?

'ખાનગી યુનિવર્સિટી માત્ર શિક્ષણનો વેપાર અને ડિગ્રીનું વેચાણ કરે છે'

ઉપરાંત, AAP નાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (MLA Umesh Makwana) પણ ગૃહમાં રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આજે સ્થિતિ એ છે કે કોમ્પ્લેક્સમાં ખાનગી યુનિવર્સિટીઓ ચાલે છે. જ્યારે રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફીના કારણે ગરીબના બાળકો ભણી પણ શકતા નથી. ખાનગી યુનિવર્સિટી માત્ર શિક્ષણનો વેપાર અને ડિગ્રીનું વેચાણ કરે છે.

રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માગ

ગુજરાત વિધાનસભામાં (Gandhinagar) ચોમાસા સત્રનાં છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ (Amit Chavda) છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ અમિત ચાવડાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે ગૃહમાં કહ્યું કે, જાતિઓ વચ્ચેની સામાજિક અસમાનતા સમજવી જરૂરી છે. જાતિ આધારિત વસ્તી ગણતરી વગર સંસાધનોનું વિતરણ શક્ય નથી. SC, ST અને OBC અનામતના આધારે સામાજિક, આર્થિક પરિસ્થિતિ બાબતે જાણી શકાતું નથી. વર્ષ 2011 સુધીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિનાં આંકડા એકઠા કરાયા છે. પરંતુ, અન્ય પછાત જ્ઞાતિઓની માહિતી એકત્ર કરી શકાતી નથી, જેથી સરકાર જાતિ આધારિત સામાજિક અને આર્થિક ગણતરી કરાવે એવી માગ છે.

આ પણ વાંચો - Ganesh Gondal Case : ધારાસભ્યનાં પુત્ર ગણેશ ગોંડલને રાહત નહીં, હજુ પણ રહેવું પડશે જેલમાં, વાંચો વિગત

નહેરુજીએ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને ઘાતક ગણાવી હતી : ઋષિકેશ પટેલ

આ અંગે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Minister Rishikesh Patel) કહ્યું કે, કોંગ્રેસનો છેલ્લા દિવસનો પ્રસ્તાવ રાજનીતિ પ્રેરિત છે. કોંગ્રેસનાં (Congress) શાસનમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિચાર ન આવ્યો ? મંત્રીજીએ કહ્યું કે, નહેરુજીએ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને ઘાતક ગણાવી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની ટૂલ કિટ પકડાવ્યું હતું. કોંગ્રેસે ક્યારેય OBC નો પણ વિચાર કર્યો નહોતો. ઋષિકેશ પટેલે કહ્યું કે, મંડળ કમિશન બાદ OBC ને અનામતનો લાભ મળ્યો છે. સત્તા મેળવવા માટે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો - Tathya Patel Case : આરોપી તથ્ય પટેલને મળ્યા હંગામી જામીન, જાણો શું છે કારણ ?

Tags :
AAP MLA Umesh MakwanaAmit ChavdaCongressGandhinagarGujarat FirstGujarat Legislative AssemblyGujarati NewsMinister Rishikesh PatelMLAs Kirit PatelMonsoon SessionPrivate Universities Amendment Bill
Next Article