ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : PMAY લાભાર્થી 1208 પરિવારો સાથે CM ભૂપેન્દ્ર પટેલે દિવાળીની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Gandhinagar માં PMAY લાભાર્થી સાથે દિવાળી ઊજવી CM એ આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળીનું પર્વ મનાવ્યું રાજ્યનાં મંત્રીમંડળનાં અન્ય મંત્રીઓએ પણ વિવિધ સ્થળે દિવાળીની ઉજવણી કરી Gandhinagar : રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે પ્રધાનમંત્રી...
09:43 PM Oct 31, 2024 IST | Vipul Sen
  1. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Gandhinagar માં PMAY લાભાર્થી સાથે દિવાળી ઊજવી
  2. CM એ આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળીનું પર્વ મનાવ્યું
  3. રાજ્યનાં મંત્રીમંડળનાં અન્ય મંત્રીઓએ પણ વિવિધ સ્થળે દિવાળીની ઉજવણી કરી

Gandhinagar : રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આવાસ યોજનાનાં લાભાર્થી પરિવારો સાથે દિવાળીનું પર્વ મનાવ્યું હતું. જ્યારે, રાજ્યનાં મંત્રીમંડળનાં મંત્રીઓએ પણ જુદા-જુદા નગરો-ગામોમાં PMAY લાભાર્થી પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો - Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહૉ

CM એ ગાંધીનગરમાં PMAY લાભાર્થી સાથે દિવાળી ઊજવી

PM આવાસ યોજના અંતર્ગત GUDA દ્વારા સરગાસણ TP-8 માં બનાવવામાં આવેલા EWS-2 આવાસ યોજનાનાં લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) દિવાળીની ઉજવણી કરી હતી. નમો નારાયણ સોસાયટીમાં વસતા લાભાર્થીઓ પ્રથમવાર ઘરનાં ઘરમાં દિવાળી ઊજવી રહ્યાં છે, ત્યારે CM એ આવા 1208 પરિવારો સાથે દિવાળીની (Diwali 2024) ઉજવણીમાં સહભાગી થયા હતા. સરગાસણની પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહત ‘નમો નારાયણ રેસિડેન્સી’ નાં પરિવારો સાથે દિવાળી ઉત્સવ ઊજવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Diwali 2024 : ગુજરાત, અમદાવાદ, PM મોદીના વિઝન, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અંગે મહાચર્ચા!

PMAY નાં લાભાર્થી 1208 પરિવારો સાથે ઉજવણી

ગાંધીનગરની (Gandhinagar) આ નમો નારાયણ રેસિડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 1208 આવાસોનું ફેબ્રુઆરીમાં લોકાર્પણ થયું હતું, જેથી આ લાભાર્થી પરિવારો પોતાનાં ઘરનાં ઘરમાં પ્રથમ દિવાળી ઊજવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે આવા પરિવારોનાં સ્વજન તરીકે આ વર્ષની દિવાળીની ઉજવણી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓ સાથે કરવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો હતો. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સમગ્ર ભારતમાં સામાન્ય અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને ઘરનું ઘર મળે તે માટે શરૂ કરી છે.

આ પણ વાંચો - Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!

Tags :
Breaking News In GujaratiCM Bhupendra PatelDiwali 2024GUDAGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNamo Narayan ResidencyNews In GujaratiPM Awas Yojanapm narendra modiPMAYPradhan Mantri Awas YojanaSargasan TP-8
Next Article